(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભારતમાં શનિવારે ૧૮ હજારથીવધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા અને કુલ કેસનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના મૌન અંગે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, મોદીએ આત્મસમર્પણ કરી લીધું છે અને કોરોના સામે લડવાનો ઇન્કાર કરી રહ્યા છે. સરકાર ઓછી દૂરંદેશિતા દાખવી રહી હોવાના અહેવાલોને ટાંકતા રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું કે, દેશના નવા ભાગોમાં કોરોના વાયરસ હવે ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તેને હરાવવા માટે ભારતની સરકાર પાસે કોઇ યોજના નથી. વડાપ્રધાન મૌન થઇ ગયા છે. તેઓએ આત્મસમર્પણ કરી લીધું છે અને રોગચાળા સામે લડવાનો ઇન્કાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએકોરોના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે કોરોનાનો સામનો કરવા કોઈ યોજના ન હોવાનો આરોપ મુક્યો હતો. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, ’કોરોના વાયરસ દેશના નવા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર પાસે તેનો સામનો કરવા માટે કોઈ યોજના નથી. વડાપ્રધાન ચૂપ છે. તેમણે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેનો સામનો કરવા મનાઈ કરી દીધી છે.’ રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકાર પર એવા સમયે નિશાન સાધ્યુ જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો પાંચ લાખથી વધારે થઈ ચૂક્યો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે ખબર નહીં આ બીમારીમાંથી ક્યારે છુટકારો મળશે.