(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
પીએમ કેયર્સ ફંડ કોવિડ કાળમાં અનુદાન માટે સરકાર તરફથી બનાવવામાં આવ્યુ હતું જે એક પ્રકારે સાર્વજનિક રોકાણ છે. કેન્દ્ર સરકારે એક આરટીઆઈમાં જવાબ આપતા આ પ્રકારની જાણકારી આપી હતી. જો કે, આ જવાબ તેમને હાલમાં કરેલા દાવાથી ઉલટ સાબિત થાય છે. જેમાં કહેવાયુ છે કે, આ ફંડ ખાનગી છે. સરકારે કહ્યુ છે કે, પીએમ કેયર્સ ભારત સરકારનો, તેના દ્વારા સ્થાપિત અને નિયંત્રિત સંસ્થાન છે. પણ તે માહિતી અધિકારના કાયદા અંતર્ગત આવતુ નથી. કારણ કે, તે ખાનગી ફંડનો સ્વિકાર કરે છે. પીએમ કેયર્સ ફંડનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચમાં સ્થાપના કરી હતી. જેથી કોરોનાકાળમાં ઈમરજન્સી સેવાઓના કામમાં તેને લઈ શકાય.
૨૪ ડિસેમ્બરે એક આરટીઆઇમાં જવાબ આપતા કહેવાયુ છે કે, પીએમ કેયર્સ ફંડ સમગ્ર રીતે વ્યક્તિઓ, સંગઠનો, સીએસઆર, વિદેશી વ્યક્તિઓ, વિદેશી સંગઠનો અને પીએસયુથી પ્રાપ્ત અનુદાનથી ચાલે છે. જે કોઈ પણ રીતે નાણાકીય પોષિત નથી. અને ટ્રસ્ટી તરીકે ખાનગી વ્યક્તિ જ તેનું સંચાલન કરે છે. તેથી તે માહિતી અધિકારના કાયદા અંતર્ગત કલમ ૨-એચ અંતર્ગત નથી આવતું. ત્યારે આવા સમયે પીએમ કેયર્સ ફંડને કોઈ પણ રીતે સાર્વજનિક રોકાણ માની શકાય નહીં. ૨૭ માર્ચના રોજ સ્થાપિત પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી ડીડમાં કહેવાયુ છે કે, આ સરકાર અથવા તેના દ્વારા નિયંત્રિત નથી, જે દસ્તાવેજોથી ભ્રમ અને ઉંડાણમાં ગયુ છે કારણ કે, સત્તાવાર રીતે દસ્તાવેજ મુજબ તેમાં વિરોધાભાસ પેદા થાય છે. હવે એવુ જણાઈ રહ્યુ છે કે, આ ફંડ સરકારી રોકાણ તરીકે ચિન્હીત કરવામાં આવ્યુ છે. જે દાતાઓથી કરોડ રૂપિયાનું દાન સ્વિકાર કરે છે પણ તે અન્ય સરકારી સંગઠનોની માફક જાણકારી સાર્વજનિક કરી શકતુ નથી.