(એજન્સી) કોઈમ્બતુર તા. ૨૫
૧૯૯૮ના સીરિયલ બ્લાસ્ટના આરોપીની કોઈમ્બતુર પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવાને મામલે ધરપકડ કરવમાં આવી હતી. આરોપીએ તેના સંબંધમાં કોઇ બિઝનેસમેનની સાથે ફોન પર વાતચીત કરી હતી. પોલીસને ત્યારબાદ માહિતી મળવા પર કૉલ રેકોર્ડિંગનો ઑડિયો ક્લિપિંગ નીકાળીને સાંભળ્યો હતો. આ ક્લિપમાં કહ્યું છે કે પીએમને ખત્મ કરી દો. પોલીસે તેના આધાર પર આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
આરોપીની ઓળખ કોઇમ્બતુરના કુનિયામુથુરના રહેવાસી મોહમ્મદ રફીક તરીકે થઇ છે. રફીક ૧૯૯૮માં કોઇમ્બતુર બોમ્બ બ્લાસ્ટના કેસમાં દોષિત ઠર્યો હતો. ૧૫ દિવસ માટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો હતો. પીએમ મોદીની હત્યાના ષડયંત્રને લઇ તેને કોઇ પ્રકાશ નામના બિઝનેસમેનને ફોન કરી વાત કરી હતી. હાલ પોલીસ આ શંકાસ્પદ બિઝનેસમેનની શોધખોળ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ઑડિયો ક્લિપમાં રફીક અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરની વચ્ચે અંદાજે આઠ મિનિટની વાતચીત થઇ હતી. બંનેની વચ્ચે શરૂઆતમાં ગાડીઓને લઇ વાત થઇ રહી હતી. પરંતુ અચાનક બોમ્બ બ્લાસ્ટનો દોષિત બોલ્યો કે આપણે મોદી (પીએમ)ને ખત્મ કરવાનો નિર્ણય લીધો છે. અમે એ જ છીએ જેણે ૧૯૯૮મા બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારે અડવાણી (લાલ કૃષ્ણ અડવાણી) શહેરમાં હતા.
આપને જણાવી દઇએ કે કોઇમ્બતુરમાં ૧૯૯૮માં કેટલાંક બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તેમાં અંદાજે ૫૮ લોકોના મોત થયા હતા. કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસે કહ્યું કે ઑડિયોમાં વાતચીત દરમ્યાન રફીક કોન્ટ્રાક્ટરને કહી રહ્યો હતો કે તેની વિરૂદ્ધ કેટલાં કેસ છે અને તે ૧૦૦થી વધુ વાહનોને નુકસાન પહોંચાડી ચૂકયા છે.