(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો જ પ્રહાર કરતા આંધ્રપ્રદેશના સી.એમ. એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, શુક્રવારે રજૂ કરવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ એ શાસકિય પક્ષ ભાજપના બહુમત વિરૂધ્ધ નૈતિકતાનો મુદ્દો છે. નાયડુએ કહ્યું કે તેમના પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ અંગેના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુદ્દાઓ અંગે કોઈ પણ જવાબ આપ્યો નહીં. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન ભાજપે કરેલા વાયદાઓની નિષ્ફળતા દર્શાવતા બે અહેવાલ નાયડુએ રજૂ કર્યા હતા. નાયડુએ કહ્યું કે વડાપ્રધાનની તેમની વિરૂધ્ધની ટિપ્પણીઓ સંઘનની ગરિમા વિરૂધ્ધ હતી અને દુઃખદાયી હતી. નાયડુએ કહ્યું કે આ ઘણું દુઃખદાયી છે. તેઓ અમને (ટીડીપી) ભ્રષ્ટ લોકો સાથે કેવી રીતે સરખાવી શકે. તે પોતે એવો પક્ષ છે. જે રોજ કોર્ટમાં ભ્રષ્ટાચારના કેસોનો સામનો કહ્યો છે. વડાપ્રધાને ટીડીપી, વાય.એસ.આર. કોંગ્રેસના પ્રભાવ હેઠળ આવીને અવિશ્વાસનો પ્રસ્તાવ મુકી રહ્યા છે. તેવું નિવેદન આપ્યા બાદ નાયડુએ આ પ્રતિક્રિયા આપી હતી.