(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ન્યુઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચ ખાતે નમાઝ અદા કરી રહેલા નિર્દોષ લોકોના ગોળીબારોમાં મોત બદલ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને લખેલા એક પત્રમાં મોદીએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાથી દુઃખી છે એન ઘાયલો સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવે છે. આ દુઃખદ પળે ભારત ન્યુઝીલેન્ડની સાથે છે. આતંકવાદને ટેકો આપનાર કે કરનારની ભારત નિંદા કરે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ક્રાઈસ્ટ ચર્ચમાં આતંકવાદી ઘટના બની હતી. જેમાં ૪૯ લોકોના મોત થયા હતા. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયો વિશે જાણકારી માટે સંપર્ક કરાયો છે.