અમદાવાદ, તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને સોમવારના દિવસે ઝંઝાવતી પ્રચાર કર્યા બાદ હવે આવતીકાલે ફરી એકવાર પ્રચંડ ચૂંટણી પ્રચાર કરશે. મોદીએ ૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, જસદણ, અમરેલીના ધારી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યા બાદ આવતીકાલે મોરબી, સોમનાથના પ્રાચી, ભાવનગરના પાલિતાણા અને નવસારીમાં પ્રચાર કરવા માટે પહોંચશે. મોદીના તમામ કાર્યક્રમને લઇને તમામ સંબંધિત જગ્યાએ પણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે. ભાજપના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ મિડિયા સેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી આવતીકાલે ગુજરાતના ચૂંટણી પ્રચાર્થે ફરી એકવાર આવશે. એક દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મોદી આવતીકાલે સવારે નવ વાગે મોરબીમાં પહોંચશે. અને સભા કરશે. ત્યારબાદ આશરે ૧૧ વાગે સોમનાથના પ્રાચી ખાતે પહોંચશે. બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભાવનગરના પાલિતાણામાં પહોંચશે. આવી જ રીતે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ તેમની નવસારીમાં સભા થનાર છે. ગુજરાતમાં મોદી ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુંકી ચુક્યા છે. પ્રથમ તબક્કાની ૮૯ સીટ માટે પ્રચારનો પવનવેગી પ્રારંભ પણ કરી ચુક્યા છે. મોદીના આક્રમક ચૂંટણી પ્રચાર ઉપર હવે તમામ રાજકીય પક્ષોની પણ નજર રહેશે. જ્યારે આવતીકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે

નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આવતીકાલે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરનાર છે. મોદીના કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોદીના કાર્યક્રમને લઇને તમામ સ્થળોએ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોદી જે રસ્તા પરથી પસાર થનાર છે તે તમામ રસ્તાઓ ઉપર પહેલાથી જ સલામતી વધારવામાં આવી છે. મોદીના કાર્યક્રમોને લઇને પહેલાથી જ આક્રમક તૈયારી પાર્ટીના કાર્યકરો દ્વારા કરી લેવાઈ છે. મોદીના આવતીકાલના કાર્યક્રમ નીચે મુજબ છે.
હ્લ સવારે ૯.૦૦ કલાકે મોરબીમાં
હ્લ બપોરે ૧૧.૦૦ કલાકે સોમનાથના પ્રાચી ખાતે
હ્લ બપોરે ૧-૩૦ વાગે ભાવનગરના પાલિતાણા ખાતે
હ્લ સાંજે ૩.૩૦ વાગે નવસારી ખાતે