ગાંધીનગર, તા.૭
વડાપ્રધાન નરેન્દ્રી મોદી આવતીકાલે પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખશે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને મોદી ભાભર, કલોલ, હિંમતનગર અને નિકોલમાં જાહેરસભાઓ કરશે. મોદી પ્રચારનો દોર યથાવત રીતે જારી રાખશે.રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકા માટે શનિવારના રોજ ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે અમદાવાદ સહિત કુલ ચાર વિધાનસભા બેઠકો ઉપર જંગી જાહેરસભાને સંબોધિત કરશે. જેમાં અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર, પોતાના ગૃહરાજયમાં સતત ચોથી વખત ભાજપને સત્તા મળે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયની વિવિધ વિધાનસભા બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા વર્ષ-૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત રાજયમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અને પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન આવતીકાલે ૮ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે ભાભરમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે ૧૨.૩૦ કલાકે કલોલ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે. બપોરે ૨.૩૦ કલાકે તેઓ હિંમતનગર ખાતે બપોરે ચાર કલાકે તેઓ અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક ઉપર જાહેરસભાને સંબોધિત કરશે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે રાજયના વર્તમાન ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ સાથે ૯ ડિસેમ્બરને શનિવારના રોજ વડાપ્રધાન સવારે ૯.૩૦ કલાકે લુણાવાડા બપોરે ૧૧.૦૦ કલાકે બોડેલી ૧૨.૦૦ કલાકે આણંદ અને બપોરે ૩.૦૦ કલાકે મહેસાણામાં જાહેરસભાને સંબોધિત કરશે.