(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
૧૭મી સપ્ટેમ્બર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મ દિવસ છે. શહેરની બેકરી બ્રેડલાઈનર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. પીએમના ૭૦મા જન્મ દિવસે ૭૦૦૦ કિલોની ૭૦૦ ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. કેકનું નામ જ અગેઈન્ટ્‌સ કરપ્શન છે અને શહેરના સેલિબ્રિટી અને જાણિતા વ્યક્તિની જગ્યાએ ૭૦૦ ઓનેસ્ટ લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવી હતી. બ્રેડ લાઈનરના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નિતિનભાઈ કહે છે કે, જે વ્યક્તિ વગર અપેક્ષાએ સમાજ માટે કંઈ પણ કરે તેના દ્વારા કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થી અને ગરીબ બાળકને ફ્રીમાં અભ્યાસ કરાવતા, પર્યાવરણ, આરોગ્ય, જીવદયા શિક્ષણ, નારી સશક્તિકરણ વિશે કામ કરતાં હોય, જે નાના વ્યક્તિ હોય જેમની કોઈ પીઠ થાપબડતું નથી છતા તે કામ કરે છે તેમને કોઈ એપ્રિશિએટ નથી કરતું તેવા વ્યક્તિઓને સમાજને એક એવી દિશા આપવા માંગીએ છીએ. ૭ હજાર લોકો આ કેક ખાશે.