(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચૂંટણી રેલીના દાવાને જોરદાર રીતે ફગાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે મોદીના આક્ષેપો તથ્યવિહન છે. કોંગ્રેસે પણ મોદીના દાવાને અત્યંત બેજવાબદાર અને નિંદનીય ગણાવ્યાં અને મોદીની માફીની માંગ કરી. મોદીને જવાબ આપતાં રાહુલ ગાંધીએ આજની ચૂંટણી સભામાં કહ્યું કે મોદી જાપાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વિશે વાતો કરી રહ્યાં છે પરંતુ આ ગુજરાતની ચૂંટણી છે અને થોડું ગુજરાત વિશે પણ બોલો તો ખરા.
૧૦ મુદ્દાઓ
૧. મનમોહનસિંહે કહ્યું કે ગુજરાતમાં હાર ભાળી ગયેલા મોદીએ મરણિયા બનીને અપશબ્દો બોલી રહ્યાં છે અને ડૂબતો તણખલું પકડે તેવો વ્યવહાર કરી રહ્યાં છે. દરેક બંધારણીય પદને ગરીમાને લાંછન લગાડવા માટે મોદી પોતાની સત્તાભૂખથી ખતરનાક દાખલો બેસાડી રહ્યાં છે.
૨. આ પહેલા પાકિસ્તાન વિદેશ વિભાગના પ્રવક્તાએ ટ્‌વીટ કરીને કહ્યું કે ભારતે તેની ચૂંટણીમાં પાકિસ્તાનને ઘસડવાનું બંધ કરવુ જોઈએ અને પોતાની તાકાત પર ચૂંટણી લડવી જોઈએ.
૩. પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચૂંટણી રેલીના દાવાને મનમોહનસિંહે ફગાવ્યું.
૪. મોદીએ એવો દાવો કર્યો કે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવાસસ્થાને પાકિસ્તાની અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક યોજાઈ હતી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તે બેઠકમાં હાજર હતા. મોદીએ કહ્યું કે પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમા માથું મારી રહ્યું છે. મોદીએ કહ્યું કે મણિશંકર ઐયર શા માટે ગુપ્ત રીતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને મળ્યાં હતા તેનો કોંગ્રેસ ખુલાસો આપે.
૫. મોદીએ કહ્યું કે આ કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ, ગુજરાતના લોકો, પછાત સમૂદાય અને મારૂ અપમાન થયું છે. મોદીએ લોકોને કહ્યું કે તમને નથી લાગતું કે આને કારણે કોઈ સંદેહ પેદા થાય. મોદીએ કહ્યું કે પોતે શું કર્યું છે તેની જાણ કોંગ્રેસે લોકોને કરવી જોઈએ.
૬. આ ગંભીર બાબત છે, મોદીએ કહ્યું કે કોંગ્રેસે તેનો ખુલાસો આપવો જોઈએ. મોદીએ કહ્યું કે મણિશંકર ઐયર શા માટે ગુપ્ત રીતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને મળ્યાં હતા તેનો કોંગ્રેસ ખુલાસો આપે.
૭. કોંગ્રેસના આનંદ શર્માએ વળતો વાર કરતાં કહ્યું કે શું હવે સામાન્ય ડિનર માટે પણ પરમિશન લેવી પડશે. તેમણે મોદીની ગુપ્ત બેઠક થીયરીને પડકાર ફેંક્યો. તેમણે મોદી પાસેથી માફીની માંગણી કરી.
૮. ગત બુધવારે ગોઠવવામાં આવેલા ડિનરમાં હાજર રહેલા બે પૂર્વ રાજદ્વારી નેતાઓએ કહ્યું કે બેઠકમાં ફક્ત ભારત-પાકિસ્તાન વચ્ચેની મંત્રણા સુધી સીમિત હતી તેમાં ગુજરાત ચૂંટણીની કોઈ ચર્ચા થઈ નહોતી.
૯. ભાજપના તેજતર્રાર અને આખાબોલા સાંસદ શત્રુઘ્ન સિંહાએ આજે વડાપ્રધાન મોદી પર મોટો હુુમલો કરતાં કહ્યું કે મોદી ગુજરાત ચૂંટણીમાં બહાનાબાજી કરી રહ્યાં છે, તેમણે વિકાસના મોડલ પર વાત કરવી જોઈએ.
૧૦. આકરા ચૂંટણી પ્રચાર બાદ ગુજરાતમાં શનિવારે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુરૂવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ લડાઈ પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની લડાઈ છે. ૧૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનું છે.