(એજન્સી) તા.૬
જમ્મુ-કાશ્મીર સરકારે એક ખાનગી વીમા કંપનીને સરકારી કર્મચારીઓના મેડિકલેઈમનો કોન્ટ્રાકટ આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે એક ટવીટમાં કહ્યું હતું કે જો તમારો સૌથી સારો મિત્ર વડાપ્રધાન હોય તો તમને રૂા.૧,૩૦,૦૦૦ કરોડ રૂપિયાની રાફેલ ડીલ મળી શકે છે તે પણ યોગ્ય અનુભવ વગર આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર સરકારના ૪,૦૦,૦૦૦ કર્મચારીઓ પણ ફકત તમારી કંપની પાસેથી જ વીમો ખરીદશે. ઉલ્લેખનીય છે કે ર૦ સપ્ટેમ્બર-ર૦૧૮ના દિવસે જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રે એક આદેશ બહાર પાડી કહ્યું હતું કે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ પાસેથી વીમો ખરીદવામાં આવે. આ યોજના રાજય સરકારના બધા જ કર્મચારીઓ જાહેર સાહસોના કર્મચારીઓ, સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ તેમજ યુનિવર્સિટીઓના કર્મચારીઓ માટે ફરજિયાત છે.