(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
દિલ્હી સચિવાલયમાં થોડાક દિવસ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલ પર એક શખ્સે મરચાનું પાવડર ફેંક્યું હતું. આ અંગે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું જો મુખ્યમંત્રીને સુરક્ષા પાડી શકતા ન હોય તો વડાપ્રધાન મોદીએ રાજીનામુ આપી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ સોમવારે એક યુવક પર્સમાં કારતૂસ સાથે મુખ્યમંત્રી કેજરીવાલની મુલાકાત લેવા આવ્યો હતો. પછીથી પોલીસે યુવકના પર્સમાંથી કારતૂસ જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ દિલ્હી વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં કેજરીવાલે ર૦ નવેમ્બરના હુમલાનો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આરોપ મૂક્યો છે. તેમણે પાટનગર દિલ્હીમાં આપ સરકારના સારા કાર્યોથી ભાજપ કંટાળી ગળ હોવાનું કારણ થયું હતું. કેજરીવાલે સદનમાં કહ્યું કે જો નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રીને સુરક્ષા આપી શકતા નથી તો એમણે વડાપ્રધાનના પદ પરથી રાજીનામુ આપી દેવું જોઈએ. આપ પ્રમુખ પર થયેલ હુમલાઓ અને મતદાર યાદીમાંથી કથિત રીતે નામો દૂર કરાયા હોવાના મુદ્દે વિધાનસભા બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલી સરકાર પ્રતયે દિલ્હી પોલીસની જવાબદારી નિશ્ચિત કરવાના એક સરકાર પ્રસ્તાવ પર કેજરીવાલે કહ્યું કે ૯પ ટકા પોલીસકર્મીઓ સારા છે પરંતુ ભાજપ તેમનછ પાસે ખોટા કામો કરાવે છે. આ અગાઉ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની જનતાના હિતમાં કાર્યો કરતા અટકાવવા માટે બીજેપી આપ સ્થાપક અરવિંદ કેજરીવાલની હત્યા કરાવવા માગણી હોવાનો ભાજપ પર આરોપ મૂક્યો હતો.