(એજન્સી)
હૈદરાબાદ, તા. ૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને વહેલી ચૂંટણી યોજવાના નિર્ણયને રાજ્યના વિધાનમંડળ પર છોડી દીધું છે. તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવેલા રાવે પીએમ સાથે મુલાકાત કરી હતી અને તેલંગાણામાં વહેલી ચૂંંટણી યોજવાની ચર્ચા કરી હતી. ટોચના સૂત્રો અનુસાર પીએમ મોદીએ રાવને કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનો નિર્ણય તમારા જોખમે લો પણ અમે ના કહી શકીએ કે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ યોજશે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રીને મોદી તરફથી પોતાએ વિચારેલી વહેલી ચૂંટણીઓ માટે આશ્વાસન મળશે. તેમ છતાં તેઓ વહેલી ચૂંટણી અંગે ગણતરી પ્રમાણે નિર્ણય લેશે. કાર્યક્રમ અનુસાર તેલંગાણા વિધાનસભા ચૂંટણીઓ એપ્રિલ અને મે ૨૦૧૯ દરમિયાન યોજાઇ શકે છે. પણ મુખ્યમંત્રી અન્ય ચાર રાજ્યો સાથે ડિસેમ્બર ૨૦૧૮માં જ વહેલી ચૂંટણી કરાવવા માગે છે. અને આ બાબત સંભવ થાય તો રાજ્ય સરકારે સપ્ટેમ્બરમાં વિધાનસભા ભંગ કરી દેવી પડે. જો વિધાનસભા ખાલી પડે તો ચૂંટણી પંચ ચાર રાજ્યો સાથે ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજવા માટે તૈયારી કરી શકે. એકવાર વિધાનસભા ભંગ થાય ત્યારબાદ ચૂટણી પંચ નક્કી કરે કે ક્યારે ચૂંટણી યોજવી છે. જો ચૂંટણી પંચ ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજવાનો નિર્ણય ન લે તો ચંદ્રશેખર રાવની સમગ્ર વ્યૂહરચના નિષ્ફળ થઇ જાય. મોદીએ તેમને કહ્યું કે, તેઓ આ અંગે કોઇ નિર્ણય ના લઇ શકે કારણ કે ચૂંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે. આ બાબતે મુખ્યમંત્રીને વિમાસણમાં મુકી દીધા છે. બીજી તરફ સૂત્રો અનુસાર મોદીના આશ્વાસન નહીં આપવા છતાં મુખ્યમંત્રી રાવ વહેલી ચૂંટણી યોજવા માટે તૈયારી કરી રહ્યા છે.
વહેલી ચૂંટણી તમારા જોખમે : PM મોદીએ ચંદ્રશેખર રાવને કહ્યું

Recent Comments