યુએન,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સીના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રોને સંયુક્ત રાષ્ટ્રના સૌથી મોટું પર્યાવરણ સમ્માન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બેન્ને નેતાઓને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય અને ગઠબંધનના નેતૃત્વ અને ૨૦૨૨ સુધી ભારતને પ્લાસ્ટિકના ઉપયોગથી મુક્ત કરાવાનો સંકલ્પને લઇને તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમના ઉપરાંત પાંચ અન્ય વ્યક્તિઓ અને સંગઠનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ પ્રમાણે આ વર્ષે પુરસ્કાર વિજેતાઓને આજના સમયે કેટલાક જરૂરી પર્યાવરણ મુદ્દાઓ સામે લડવા માટે સાહસી, ઇનોવેશન અને કોશિશ કરવા માટે સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. નીતિગત નેતૃત્વની શ્રેણીમાં ફ્રાન્ચ રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રૂપથી આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સમ્માન ઉપર બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, આ ભારતીય માટે ગર્વની વાત છે. પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડથી સમ્માનિતકરવામાં આવી રહ્યા છે. શાહે કહ્યું હતું કે, યુએનનો આ સર્વોચ્ચ સમ્માન એવા લોકોને આપવામાં આવે છે જેમના પ્રયત્નોથી પર્યાવરણમાં ફેરફાર લાવનાર પ્રભાવ પડે છે.