નવી દિલ્હી, તા, ૭
નોટબંધી દેશ માટે આવશ્યક પગલું હતું પરંતુ તેને સફળ ગણાવવા માટે જાહેર ક્ષેત્ર સહિત દેશના તમામ ક્ષેત્રમાં વધુ છ કલાકનું કામ કરવાની ફરજ પાડે તેમ છે. અર્થક્રાંતિ ફાઉન્ડેશનના સ્થાપક અનિલ બોકિલ દ્વારા આ સલાહ અપાઇ હતી જે હવે એવું માને છે કે, ઓછા કામના કલાકોથી જીડીપી વધારવામાં મદદ મળશે. એક ઇન્ટરવ્યૂમાં બોકિલ જણાવે છે કે, ભારતે અન્ય દેશો પાસેથી આ અંગે શીખવું જોઇએ. તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું ખરેખર નોટબંધીથી દેશમાં ભ્રષ્ટ્રાચાર ઓછો થયો છે ? ત્યારે તેમણે કહ્યંુ કે, પહેલા તો તેને નોટબંધી નહીં પરંતુ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બદલી નામ આપવામાં આવે. અર્થક્રાંતિ દેશના તમામ લોકોમાં ખુશહાલી રહે તે માટે કામ કરે છે જે માને છે કે, ૫૦રૂપિયાથી ઉપરની તમામ નોટોની જાણકારી રાખી તેને જાહેર બજારોમાં ફરતી કરવી જોઇએ. હવે સમજવા જેવું છે કે, ભારત જેવા દેશોમાં રોકડ વ્યવહારને કારણે દરરોજ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે પરંતુ મુખ્ય દોષિત ૫૦૦ અને ૧૦૦૦ની નોટો હતી.
તેમને પૂછાયું કે, શું નોટંબંધી તેનું લક્ષ્યાંક મેળવવામા સફળ થઇ છે ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે સરકારે તેને અમલી કરી જ દીધી છે તો તેની સફળતા અને નિષ્ફળતા અંગે કાંઇ કહી શકાય નહીં. કોઇપણ ભોગે ભારતે આગળ વધવું જોઇએ. અમારો પ્રસ્તાવ જીપીએસ સિગ્નલ સિસ્ટમ જેવો હતો. જીપીએસ સ્ટીયરીંગની જેમ વ્હીલને ફેરવતો નથી પરંતુ તે યોગ્ય દિશા સૂચવે છે એટલે સુધી કે ડ્રાઇવર ભૂલ કરે તો પઁણ તે લક્ષ્યને સાધે છે. આ કારણે જ ચલણ બદલવાની પ્રક્રીયા એક દિશા છે. તેમને પૂછાયું કે, ૨૦૦૦ની નોટ અંગે સરકારે શું પગલાં લેવા જોઇએ ત્યારે તેમણે કહ્યુ કે, પહેલા સરકારે ૧૦૦૦ની નોટ બંધ કર્યા બાદ ધીમેથી ૨૦૦ની નોટ ચલણમાં લાવવી જોઇતી હતી અને તે સમયે ૫૦૦ની નોટ બંધ કરી હોત તો લોકોને સમસ્યા નડી ન હોત. પરંતુ ચલણની બાબતમા આગળ આપણા દેશમાં સરકારે યોગ્ય નિર્ણય લીધો હતો. સરકારને વધારે વિરોધનો પણ સામનો કરવો પડ્યો નથી. હવેસરકારે આઠ કલાકની ફરજને છ કલાક કરવાની જરૂર છે. તેમને હવે આપણા માટે કયો મોટો પડકાર છે અને તેનો ઉપાય શું છે તે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, નોટ બદલી પછી સરકાર આઠ કલાકની નોકરી ઘટાડી છ કલાક કરે તો બેરોજગારીની સમસ્યા નિવારી શકાય છે. જેમાં એક વર્ષમાં જીડીપીમાં ત્રણ ગણાનો વધારો થશે અને યુવાનોને રોજગાર મળી શકશે.
વડાપ્રધાન મોદીને નોટબંધીની સલાહ આપનાર શખ્સ હવે વધુ એક આમૂલ સુધારા સાથે પરત

Recent Comments