(એજન્સી) નવી દિલ્હી, તા.૭
ચૂંટણીપંચ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન મુદ્દે બે કેસમાં વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે. આ પહેલા ચૂંટણીપંચ અન્ય છ મામલાઓમાં વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપી ચૂક્યું છે. ર૩ એપ્રિલના રોજ કોંગ્રેસે વડાપ્રધાન પર આરોપ મૂક્યો હતો કે, તેમણે મતદાન કર્યા બાદ અહેમદાબાદમાં રોડ-શૉ કર્યો હતો. આ સિવાય તેમણે બે ચૂંટણી રેલીઓમાં યુવાનોને બાલાકોટ એરસ્ટ્રાઈકના નામે મત આપવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચનો સ્પષ્ટ નિર્દેશ છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન સુરક્ષા દળોનો ઉલ્લેખ કરવામાં ન આવે.
ચૂંટણીપંચે ઉપરોક્ત બંને મુદ્દે વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપીને તેમના કાર્યોને આચારસંહિતાનું ઉલ્લંઘન માનવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલા ચૂંટણીપંચ નરેન્દ્ર મોદીને ૬ મુદ્દે, ભાજપ અધ્યક્ષ અમિત શાહને ર મામલામાં અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક મામલામાં છૂટ આપી ચૂક્યું છે.
આદર્શ આચારસંહિતા : મોદીને વધુ બે કેસમાં ક્લિનચીટ, તમામ ૮ આરોપોમાં વડાપ્રધાનને રાહત

Recent Comments