National

PM મોદીને સોનિયા ગાંધીના પત્ર બાદ ભાજપે કહ્યું, સરકાર વહેલી તકે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરશે

નવી દિલ્હી,તા. ૨૧
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભામાંથી મહિલા અનામત બિલને પસાર કરવા માટે અપીલ કરી છે. મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થાય તેની ખાતરી કરવા માટે સોનિયા ગાંધીએ કહ્યું છે. પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, લોકસભામાં ભાજપની પાસે બહુમતિ રહેલી છે. આવી સ્થિતિમાં ૨૧ વર્ષ જૂના બિલને પસાર કરવામાં આવી શકે છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે લખવામાં આવેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, રાજ્યસભાએ મહિલા અનામત બિલને ૯મી માર્ચ ૨૦૧૦ના દિવસે પસાર કરી દીધું હતું. ત્યારબાદથી એક અથવા બીજા કારણોસર આ બિલ લોકસભામાં અટવાયેલું છે. લોકસભામાં બહુમતિનો ફાયદો લઇને આ બિલને પસાર કરવામાં આવે તેવી અમે અપીલ કરીએ છીએ. સોનિયા ગાંધીને વડાપ્રધાનને ખાતરી પણ આપી છે કે, કોંગ્રેસ પાર્ટી આ બિલને પસાર કરવામાં સંપૂર્ણ સહકાર આપશે અને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું રહેશે. તેમણે એમ પણ લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ જ મહિલાઓ માટે પંચાયતો અને નગરપાલિકામાં અનામતની પ્રક્રિયાને શરૂ કરી હતી. હકીકતમાં કોંગ્રેસ અને તેમના સ્વર્ગસ્થ નેતા રાજીવ ગાંધી હતા જે વ્યક્તિએ બંધારણ સુધારા બિલ મારફતે નગરપાલિકા અને પંચાયતોમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈની પહેલ કરી હતી. વિપક્ષી દળોએ ૧૯૮૯માં નિષ્ફળ કરી દીધું હતું. મોડેથી સંસદના બંને ગૃહોએ ૧૯૯૩માં આને પસાર કર્યું હતું. મહિલા અનામત બિલને લઇને હમેશા અડચણો રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.