(એજન્સી) લખનૌ, તા.૪
વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ લખનૌ કોર્ટમાં અભિનેતા પ્રકાશ રાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસની સુનાવણી ૭મી ઓક્ટોબરે નિર્ધારિત કરાઈ છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા કરતા પણ મોટા કલાકાર છે. પ્રકાશ રાજે કહ્યું કે જે લોકો ગૌરી લંકેશની હત્યાની ઉજવણી કરી રહ્યા છે, વડાપ્રધાન એવી વ્યક્તિઓને સોશિયલ મીડિયામાં ફોલો કરે છે. અમને બધાને ખબર છે કે કઈ પ્રકારની વિચારધારા એ લોકો ધરાવે છે જે લોકો ગૌરીની હત્યાની ઉજવણી સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે અને એ લોકોને મોદી ફોલો કરે છે. આ વાતથી મને ઘણું દુઃખ થયું છે. એ પછી પ્રકાશ રાજે એવોર્ડ પાછા આપવાની બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મેં સમાચારોમાં જોયું હતું જેમાં બતાવવામાં આવી રહ્યું હતું કે હું પોતાનો રાષ્ટ્રીય એવોર્ડ પાછો આપવાનો છું. હું એવો મૂર્ખ નથી કે રાષ્ટ્રીય એવોર્ડ જે મારા કાર્ય માટે અપાયેલ છે એને પાછા આપું. આ એવોર્ડ મારા માટે ગૌરવપૂર્ણ છે. જો કે, એમણે મોદી ઉપરની ટિપ્પણીને વળગી રહે છે એ પ્રમાણે જણાવ્યું હતું. એમણે કહ્યું કે વડાપ્રધાન એ લોકો સામે ચૂપ છે અને પોતાનો વલણ સ્પષ્ટ કરતાં નથી એથી હું દુઃખી છું.