(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને લઈને મોદીએ કહ્યું સત્તાના નશામાં દીદીએ લોકશાહીનું ગળું દબાવી દીધું છે. બંગાળમાં દીદી જે રીતે હિંસા કરે છે તેનાથી સ્પષ્ટ છે કે અહીંના આશીર્વાદથી ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમત મેળવશે. મોદીએ દાવો કર્યો કે પાંચમા અને છઠ્ઠા તબક્કાના મતદાન બાદ ભાજપે પૂર્ણ બહુમત મેળવી લીધું છે અને અમે ૩૦૦ સીટનો આંકડો પાર કરી લઈશું. તેમણે કહ્યુ હતુ કે નામદારનો પરિવાર હોય કે બિહારનો ભ્રષ્ટ પરિવાર, આજે તેમની હજારો કરોડો રુપિયાની સંપત્તિ છે.આ પૈસા ક્યાંથી આવ્યા?
દેવઘરમાં તેમણે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને મણિશંકર અય્યર પર કટાક્ષ કરતા કહ્યું કે, નામદાર પરિવારના બે અંગત દરબારીયોએ તેમની તરફથી બેટિંગ શરૂ કરી દીધી છે. એક બેટ્સમેન તો નામદારના ગુરુ છે, જેને પહેલા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ૨૩મેના રોજ આવનારા પરિણામો કોંગ્રેસ પણ સમજી ગઈ છે. તેને પરિણામોની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ તૈયારી કરી રહી છે કે હાર બાદ તેનું ઠીકરુ પાર્ટીમાંથી કોણી પર ફોડશે. નામદારને બચાવવા માટે શું કરવામાં આવે, તેના માટે એક્સરસાઈઝ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીના ફેઝ બાદ મહામિલાવટીયોના સપનાંઓ પર પાણી ફરી ગયું છે. તેમને ફક્ત તેમના પરિવારની જ ચિંતા છે. કોઈ ભૂત-પ્રેતને પકડીને મારે છે. જરૂર પડશે તો આતંકીઓનો ખાતમો કરવા માટે સુદર્શન ચક્ર પણ ધારણ કરીશું.
પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ગળૂં ટૂંપવાનો મમતા બેનરજી પર PM મોદીનો આરોપ

Recent Comments