(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
દિવંગત નેતા અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જેટલીના નિવાસસ્થાને ગયા હતા અને જેટલીને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના પાઠવ્યું હતું. વડાપ્રધાન મોદી વિદેશથી ભારત પરત ફર્યા બાદ જેટલીના નિવાસે પહોંચ્યા ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તેમને આવકાર્યા હતા. વડાપ્રધાન મોદી જેટલીના પરિવાર સાથે ર૦થી રપ મિનિટ રહ્યા હતા. તે સમયે અરૂણ જેટલીના પરિવારજનો હાજર હતા. જેમાં જેટલીના પત્ની સંગીતા જેટલી અને બાળકો હાજર હતા. વડાપ્રધાન વિદેશ હોવાથી જેટલીની અંતિમવિધિમાં હાજર રહી શકયા ન હતા. જેટલીનું ર૪ ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેઓ ચાર વાર રાજ્યસભા સભ્ય રહ્યા હતા જ્યારે મોદી સરકારમાં ર૦૧૪થી ર૦૧૮ નાણામંત્રી રહ્યા હતા.