અમદાવાદ, તા.૧૬
ભર ઉનાળામાં રાજ્યના ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ મંગળવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજથી ત્રણ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં હિમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભાનું સબોધન કરવાના છે.
પીએમ મોદી મધ્ય ગુજરાતથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે. ત્યારે વલ્લભ વિદ્યાનગર ખાતે ત્રણ જિલ્લાની જાહેર સભાનું સંબોધન કરવાના છે. તેમાં ખેડા, વડોદરા અને આણંદના લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરશે. પીએમ મોદીની સભાની જો વાત કરીએ તો અત્યારે લગભગ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ખાસ સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
હિમતનગરના બેરણા રોડ પર મોદી ગ્રાઉન્ડ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભા યોજાવાની છે. તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરમીમાં મતદારો અસરના થાય તેને કવર્ડ ડુમ સાથે ઠંડક માટે સ્પ્રીન્કલ ફુવારા રાખવામાં આવ્યા છે. તો સભા સ્થળેથી એક કિમી દુર વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે આવશે અને ત્યાંથી કારમાં સભા સ્થળે આવશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા પોલીસને તૈનાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરવા પહોચશે. હાલમાં સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અને પ્રધાનમંત્રીના બંદોબસ્ત માટે કુલ ૧૫૦૦ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. જેમાં ૭ એસપી, ૧૩ ડીવાયએસપી, ૨૩ પીઆઈ, ૧૨૦ પીએસઆઇ, પોલીસ કર્મચારી સહિત એન્ટી સ્કવોડ, કયુ.આર.ટી, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો તૈનાત કરાઈ. પોલીસ દ્વારા હેલિપેડથી જાહેર સભાના સ્થળ સુધીનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.