ગાંધીનગર,તા.રર
લોકસભા ચૂંટણીનાં પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રી મોદી તેમનાં ચૂંટણી પહેલાંનાં મહત્ત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવવાના છે. પ્રધાનમંત્રી મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી ૪ અને ૫ માર્ચનાં રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે.આ દરમિયાન તેઓ ગુજરાતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, તેમજ મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત મોદી તેમનાં બે દિવસીય પ્રવાસમાં કડવા પટેલોની કુળદેવી ઉમિયા માતાનાં મંદિરનું ખાત મુહૂર્ત પણ કરશે. સાથે જ અહીં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અડાલજ પાસે લેઉવા પટેલની કુળદેવી અન્નપૂર્ણા માતાનાં મંદિર અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
પીએમ મોદીનાં બે દિવસીય ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
– અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન
– મેટ્રો ટ્રેનનું ફેઝ-૧નું લોકાર્પણ
– કડવા પટેલોના કુળદેવી ઉમિયા માતાના મંદિરનું ખાત મુહૂર્ત કરશે
– વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરનું નિર્માણની જાહેરાત કરશે
– અડાલજ પાસે લેઉવા પટેલના કુળદેવી અન્નપૂર્ણ માતાનું મંદિર અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે
– જામનગર અને ભાવનગરનાં ડેઝિલિટેશન પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરશે
– સૌની યોજનાની પણ શરૂઆત કરાવશે પીએમ
– ખેડાના નડિયાદમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે પીએમ
– દક્ષિણ ગુજરાતમાં પણ પીએમ મોદીનો પ્રવાસ
– આદિવાસી વિસ્તારમાં તાપીમાં સિંચાઈ યોજનાની શરૂઆત કરાવશે
– પીએમ મોદી ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે
– રાત્રી રોકાણ દરમિયાન મુખ્ય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે.
– લોકસભાની ચૂંટણી બાબતે કરી શકે છે સમિક્ષા
વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે મેટ્રો ટ્રેન ફેઝ-૧નું લોકાર્પણ કરશે

Recent Comments