(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલની ચર્ચા પહેલાં ભારતીય સંસદીય પક્ષની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષો બિલ અંગે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિલ (સીએબી) સોનેરી અક્ષરે લખાશે. પાડોશી દેશોમાં ધર્મના આધારે ઉત્પીડનનો ભોગ બનેલા લોકો માટે તે સોનેરી અક્ષરે લખાશે. વિપક્ષોએ બિલને બંધારણ અને લઘુમતીઓ વિરૂદ્ધ બનાવ્યું હતું. લોકસભામાં ૧ર કલાકની ચર્ચાના અંતે બિલ બહુમતીથી પસાર કરાયું હતું. ત્યારબાદ બુધવારે રાજ્યસભામાં રજૂ કરાયું હતું. અગાઉ ટ્‌વીટર પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, આ બિલ મોદી-શાહ સરકારનો નોર્થ-ઈસ્ટના લોકો પર પ્રહાર છે એક અપરાધી કૃત્ય છે. બિલ પાડોશી દેશોમાંથી અત્યાચારનો ભોગ બની દેશમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી લોકોને નાગરિકતા આપશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા નિરાશ્રીતોને રક્ષણ આપવાનો હેતુ છે.

સિટિઝનશીપ બિલ સોનેરી અક્ષરે લખાશે,
વડાપ્રધાન મોદીએ ભાજપની બેઠકમાં કહ્યું

(એજન્સી) તા.૧૧
ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકત્વ સુધારા બિલને ઐતિહાસિક બતાવ્યું હતું તેમ સંસદીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું છે. વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું કે જે લોકો ધાર્મિક ઉત્પીડનનો ભોગ બન્યા છે તેવા લોકો માટે આ બિલ સોનેરી અક્ષરે લખાશે. બિલ રાજ્યસભામાં રજૂ કરાયું છે. જોષીએ કહ્યું કે બિલ પૂરી બહુમતીથી રાજ્યસભામાં પસાર થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકારે કલમ ૩૭૦ રદ કરી છે. જેથી પાડોશી દેશમાંથી આવતા લઘુમતી શરણાર્થીઓને રાહત થઈ છે. જેઓ ઉત્પીડનનો અને અત્યાચારનો ભોગ બની પાડોશી દેશોમાંથી ભારતમાં આશ્રય લઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સાંસદોને કહ્યું કે આગામી બજેટ માટે ખેડૂતો ગરીબો અને ઉદ્યોગપતિઓ તેમજ સમાજના તમામ વર્ગોની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે નાણામંત્રાલયને માહિતી આપે.