(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
મહારાષ્ટ્ર પછી ભાજપને ઝારખંડમાં મોટો ઝટકો લાગ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના મોરચાને ૪૭ બેઠકો પર વિજય મળ્યો હતો જે બહુમતી પ્રાપ્ત કરે છે. સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી રઘુવર દાસ પ્રદેશ પ્રમુખ લક્ષ્મણ ગિલુયા ચૂંટણી હારી ગયા છે. ભાજપને માત્ર રપ બેઠકો, જેએમએમને ૩૦, કોંગ્રેસને પ૬, રાજદને ૧ બેઠક મળી છે. વડાપ્રધાન મોદી વ્યવસ્ત સમયમાં ઝારખંડમાં ૯ જગ્યાએ રેલીઓ કરી હતી જેમાં જેએમએમના પ્રમુખ હેમંત સોરેનના મતવિસ્તાર દુમકા અને બરહેટમાં રેલીઓ કરી હતી. બન્ને સ્થળોએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. દુમકામાં મંત્રી લુઈસ મરાન્ડી હેમંત સોરેન સામે હારી ગયા. ભાજપને સૌથી મોટો ઝટકો જમશેદપુર પૂર્વની બેઠક પર પડયો. જ્યાં ટિકિટ કપાતાં અપક્ષ ઊભા રહેલા ભાજપના બળવાખોર મંત્રી સરયુ રાયે મુખ્યમંત્રી રઘુવર દાસને પરાજય આપ્યો. સરયુની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી છતાં મેદાનમાં રહ્યા. મોદીએ સરયુ રાયને હરાવવાની અપીલ કરી જેને મતદારોએ ઠુકરાવી દીધી. સરયુ રાય ૧પ૮૩૩ મતે જીત્યા. વડાપ્રધાન મોદીએ ૯ સ્થળોએ રેલીઓ કરી જેમાંથી માત્ર ચાર બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા.
વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ૯ સ્થળોએ રેલીઓ કરી, માત્ર ૪ ભાજપના ઉમેદવારો જીત્યા

Recent Comments