(એજન્સી) નવી દિલ્હી,તા.૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના ‘અહિંસા’ના સિદ્ધાંતમાં માનવતાને એકીકૃત કરવાની શક્તિ છે, જ્યારે આતંકવાદ, કટ્ટરપંથ, ઉગ્રવાદ અને નિરર્થક દ્વેષ દેશોને વિભાજીત કરી રહ્યા હોય.
તેમણે કહ્યું કે, ૨૧મી સદીની દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ ગાંધીના સિદ્ધાંતના આધારે થઈ શકે છે.
દૈનિકમાં લખાયેલ બ્લોગમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક એવી દુનિયા જ્યાં આતંકવાદ, કટ્ટરપંથ, ઉગ્રવાદ અને નિરર્થક દ્વેષ રાષ્ટ્રો તેમજ સમાજોને વિભાજીત કરે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, શાંતિ અને અહિંસા પાસે માનવતાને એકીકૃત કરવાની શક્તિ છે. આજે આપણે પ્રિય બાપુના ૧૫૦માં જન્મદિવસના સમારોહની શરૂઆત કરી રહ્યા છે. દુનિયાભરમાં લાખો લોકો જે સમાનતા, ગૌરવ અને સશક્તિકરણના જીવનની શોધ કરી રહ્યા છે તેમના માટે બાપુ આજે પણ આશાનું કિરણ બનેલા છે. મહાત્મા ગાંધીને ભારતને જોડવાનો શ્રેય જાય છે. જે રીતે સરદાર પટેલે કહ્યું હતું કે, ભારત વિવિધતાની ભૂમિ છે. જો કોઈ એવો વ્યક્તિ હતો જે બધાને સાથે લઈને આવ્યો જેને વસાહતવાદથી લડવા માટે અને દુનિયામાં ભારતનું સન્માન વધારવા લોકોને મતભેદોથી ઉપર ઉઠવા પ્રેરિત કરનારા મહાત્મા ગાંધી હતા. ૨૧મી સદીમાં મહાત્મા ગાંધીના વિચાર એટલા જ પ્રાસંગિક છે જેટલા એ વખતે હતા. એવા સમયમાં જ્યારે અસમાનતા અસામાન્ય નથી. ૧૯૦૯માં એક શતાબ્દી પેહલાં તેઓએ માનવની ઇચ્છાઓ અને તેમના લાલચની વચ્ચે ભેદને બતાવ્યો હતો. તેઓએ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ સંયમ અને કરુણાની સાથે કરવાનો સંદેશ આપ્યો અને પોતે એના દૃષ્ટાંત બન્યા. સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા જ્યારે તેઓએ પોતાનો શૌચાલયોને પોતે સાફ કર્યા. જ્યારે તેઓ અમદાવાદમાં હતા ત્યારે તેઓએ પાણીનો ઓછો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. અશુદ્ધ પાણી સાબરમતી નદીમાં ન ભળી જાય તે માટે ઘણી તકેદારી રાખી. ગત ચાર વર્ષોમાં ૧૩૦ કરોડ ભારતીયોએ સ્વચ્છ ભારત મિશનના રૂપે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આ અભિયાનને આજે ચાર વર્ષ પુરા કર્યા છે. આ એક વખાણવા લાયક પરિણામોની સાથે એક જીવંત જન આંદોલનના રૂપમાં આગળ આવ્યું છે. ૮૫ મિલિયનથી વધુ પરિવારો પ્રથમવાર શોચાલયો બન્યા છે. ૪૦૦ મિલિયનથી વધુ લોકો હવે શૌચ મુક્ત બન્યા છે. માત્ર ચાર વર્ષના સમયમાં જ સ્વચ્છતાનો વિસ્તાર ૩૯ ટકાથી વધીને ૯૫ ટકા જેટલો થઈ ચૂક્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ અને ૪.૫ લાખ ગામો હવે ખુલ્લામાં શૌચ મુક્ત છે.