ભ્રષ્ટાચારના પ્રતિક, ઘાસચારા કૌભાંડમાં જેલવાસ ભોગવનાર લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરીને જે પ્રકારના અસભ્ય અને અણધડ શબ્દો ઉચ્ચાર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આરજેડીના તેજપ્રતાપને ભારતની જનતાની માફી માગવાની માગણી કરે છે.
આરજેડીના નેતાઓ અને કોગ્રેસનો સંબંધ એક જ પરિવારનો છે. કેન્દ્રના ૧૦ વર્ષના યુપીએ શાસનમાં જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ત્યારે તેને બચાવનાર ૧૦ વર્ષના શાસનમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર છાવરનાર આરજેડી અને લાલુપ્રસાદ યાદવની ટોળકી જ હતી તે ગુજરાત અને દેશની જનતા જાણે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેનું પરિણામ પણ તેમને ભોગવ્યું છે. એમ ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું હતું.