(એજન્સી) કોલંબો, તા.૨૬
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું કે સરકાર જાણે છે કે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં જોડાયેલા શ્રીલંકાના નાગરિકો દેશમાં પરત આવી ગયા છે પરંતુ વિદેશી ત્રાસવાદી સંગઠનમાં જોડાવાની બાબત કાયદાની વિરૂદ્ધમાં નહીં હોવાથી આઇએસઆઇએસમાં જોડાયેલા શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી શકાય નહીં. શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે ત્રણ કેથોલિક ચર્ચ અને ચાર ફાઇવ સ્ટાર હોટલો પર ત્રાસવાદી હુમલા કરવાની જવાબદારી આઇએસઆઇએસે સ્વીકારી લીધી છે પરંતુ સરકારે આ બોમ્બ વિસ્ફોટો માટે સ્થાનિક અંતિમવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત (એનજેટી)ને જવાબદાર ઠરાવ્યું છે. ત્રણ કેથોલિક ચર્ચ અને ચાર ફાઇવ સ્ટાર હોટલો પર ત્રાસવાદી હુમલામાં ૩૫૯ લોકો માર્યા ગયા હતા. વિક્રમસિંઘેએ સ્કાય ન્યૂઝને જણાવ્યું કે અમે જાણીએ છીએ કે તેઓ સીરિયા ગયા હતા…પરંતુ અમારા દેશમાં વિદેશ જવું અને ત્યાંથી પરત આવવું કે વિદેશી સશસ્ત્ર બળવામાં ભાગ લેવાની બાબત શ્રીલંકામાં ગુનો નથી. અમારી પાસે એવો કોઇ કાયદો નથી જેના દ્વારા અમે વિદેશી ત્રાસવાદી સંગઠનોમાં જોડાનારા લોકોની કસ્ટડીમાં લઇ શકીએ. શ્રીલંકાના વડાપ્રધાનને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે શ્રીલંકામાં સક્રિય ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની અમે ધરપકડ કરી શકીએ છીએ.
શ્રીલંકા ISISમાં જોડાયેલા નાગરિકોની ધરપકડ કરી શકે નહીં : પીએમ રાનિલ વિક્રમસિંઘે

Recent Comments