(એજન્સી) લંડન, તા.૧૦
ર૯ માર્ચે બ્રિટન યુરોપિયન યુનિયન છોડશે, એમ દેશના વડાપ્રધાન થેરેસા મેએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. સાંસદના પ્રશ્નના જવાબમાં તેમણે કોઈપણ વિલંબની શક્યતા નકારી કાઢી હતી.
એક અગ્રણી અંગ્રેજી અખબારે યુરોપિયન યુનિયનના ત્રણ સૂત્રોને ટાંકતા જણાવ્યું હતું કે બ્રિટનના અધિકારીઓ યુરોપિયન યુનિયન છોડવાની સ્થિતિ અંગે આર્ટિકલ પ૦ના વધારાની રાહ જોઈ રહ્યા છે.