(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલમાં એકસાઈઝ ડ્યુટી ઘટાડવાનો અંતિમ નિર્ણય વડાપ્રધાનની કચેરી દ્વારા લેવાશે. વધતાં જતા પેટ્રોલ-ડીઝલના ભાવો સાથે ગ્રાહકો અને નેતાઓ દ્વારા મોટાપાયે હોબાળો મચાવ્યા બાદ સરકાર પેટ્રોલના ભાવોમાં લીટરે રથી ૪ રૂપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.
મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવો દિલ્હીમાં ૭૬.૮૭ અને ૬૮.૦૮ લીટર રહ્યા. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ લીટરે ૮૪.૭૦ અને ૭ર.૪૮ રહ્યા જે સર્વોત્તમ સપાટીએ પહોંચ્યા છે. ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બુધવારે બેઠક યોજી ભાવવધારાની સમીક્ષા કરશે. કદાચ ત્રણે ઓઈલ કંપનીઓને ભાવો સ્થગિત કરવા જણાવાશે. એકસાઈઝ ડ્યુટી ઘટાડવા માટે નાણાં મંત્રાલયે વિચારણા કરી નિર્ણય માટે તૈયારી કરી છે. ડીલરોના કમિશનમાં પણ વધારા અંગે વાતચીત ચાલે છે. જ્યારે ક્રૂડના વૈશ્વિક ભાવો ઘટયા ત્યારે સરકારે નવ વખત એકસાઈઝ વધારી મોટાપાયે કમાણી કરી પરંતુ ભાવો માત્ર ગયા વર્ષે એક જ વાર ઘટાડ્યા.
નાણા મંત્રાલયનું માનવું છે કે ૧ રૂપિયો એકસાઈઝ ડ્યુટી ઘટાડવાથી ૧૩૦-૧૪૦ બિલિયનનું નુકસાન સંભવ છે. રૂા.ર ઘટાડવાથી ર૬૦-ર૮૦ બિલિયન નુકસાન થશે. રૂા.૪ ઘટાડવાથી પર૦થી પ૬૦ બિલિયન નુકસાન થશે. ર૦૧૮-૧૯ના વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલ ડ્યુટીમાંથી ર.૪૩ ટ્રીલિયન રૂપિયાની કમાણી કરી. બીજી તરફ સરકાર રાજ્યોને પેટ્રોલ-ડીઝલ જીએસટીના માળખામાં લાવવા સમજાવી રહી છે.
કર્ણાટક ચૂંટણી દરમ્યાન ૧૯ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવો સ્થિર રહ્યા હતા.
પેટ્રોલ-ડીઝલના ભાવો અને વેચાણ પર સરકારી ટેક્ષની વિગતો :
દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
એકસાઈઝ ડ્યુટી અને વેટ ૩૭.૪૩ ૪૦.ર૧
વગર લીટરે ભાવ
એકસાઈઝ ડ્યુટી ૧૯.૪૮ ૧પ.૩૩
ડીલરનું કમિશન ૩.૬ર ર.પર
વેટ ૧૬.૩૪ ૧૦.૦ર
તમામ ટેક્ષ સાથે લીટરે ભાવ ૭૬.૮૭ ૬૮.૦૮