(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
પંજાબ નેશનલ બેન્કમાં બહાર આવેલા રૂ. ૧૧.૩૬૦ કરોડના મહાકૌભાંડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કથિત કૌભાંડી નીરવ મોદીના મુંબઈ, દિલ્હી અને સુરત ખાતેના રહેઠાણ, શોરૂમ અને ઓફિસમાં દરોડા પાડ્યાં હતા. નીરવ મોદી પર આ કૌભાંડમાં આરોપ છે. નીરવ મોદી તાજેતરમાં પીએમ મોદીની સાથે દાવોસના એક ગ્રુપ ફોટોમાં જોવા મળ્યો હતો. નીરવ મોદી જાન્યુઆરીમાં વિદેશ ભાગી ગયો હોવાની આશંકા છે. પીએનબીના સીઈઓ સુનિલ મહેતાએ કહ્યું કે અમે અમારી સાચી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરીશું.
૧૦ મુદ્દાઓ
૧. સીબીઆઈ નીરવ મોદીની તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર ૩૧ જાન્યુઆરીએ ફરિયાદ દાખલ થયાં બાદ સીબીઆઈએ નીરવ મોદીની શોધખોળ માટે નોટીસ જારી હતી. નીરવ મોદી અને તેના સાથીઓ ગત વર્ષે ૨૮૦ કરોડની છેતરપિંડી કરી હતી તેવા આરોપસર ગત મહિને નીરવ મોદીના સ્થળોએ દરોડા પડ્યાં હતા.
૨. નીરવ મોદીને લોકોના પૈસા લઈને વિદેશ ભગાડી દેવામાં આવ્યો તેવા સરકાર પર વિપક્ષના આક્ષેપની વચ્ચે કોંગ્રેસે સવાલ ખડો કર્યો કે નીરવ મોદીને કોણ છાવરી રહ્યું છે.
૩. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ તેમના ટ્‌વીટમાં વિજય માલ્યાનો ઉલ્લેખ કર્યો.
૪. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે નીરવ મોદીને દેશ લૂંટવાની મંજૂરી આપવામાં આવી. પીએ મોદીને ભેટો. દાવોસમાં તેમની સાથે ગ્રુપ ફોટો પડાવો અને તેને વટાવી ખાવ.
૫. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જે કંઈ પણ બહાર આવી રહ્યું છે તે અગાઉની યુપીએ સરકારનું પરિણામ છે, પગલાં જરૂરથી ભરવામાં આવશે.
૬. ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કની મુંબઈ શાખામાં લગભગ ૧૧,૩૬૦ કરોડનું મહાકૌભાંડ બહાર આવ્યું છે.
૭. સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે નીરવ મોદી, તેની પત્ની ભાઈ નઇશાલ અને મેહુલ ચોકસીએ બેન્ક અધિકારીઓ સાથે મળીને ગેરકાયદેસર રીતે લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ મેળવી જેને વિવિધ બેન્કોમાંથી વિદેશમાં મોકલી દેવામાં આવી.
૮. ઈડીએ નીરવ મોદીના ૨૧ સ્થળોએ દરોડા પાડ્યાં છે. ૨૮૦ કરોડની છેતરપિંડીના આરોપસર આરોપસર ગત મહિને નીરવ મોદીના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા.
૯. નીરવ મોદીની કંપનીએ નવી લોનની માંગણી કરી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું. નીરવ આણી મંડળીને સહાય કરનાર બેન્ક અધિકારીઓ નિવૃત થયાં છે બેન્કે જ્યારે ગેરન્ટી માંગી ત્યારે નીરવની કંપનીએ કહ્યું કે તેમણે પહેલા જ ગેરન્ટી વગર લોન મેળવેલી છે.
૧૦. નીરવ મોદી લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપોર, બેજિંગ જેવા વિદેશી શહેરોમાં સ્ટાર ક્લાયન્ટ, બ્રાન્ડ એમ્બેસેડર ધરાવે છે.
સીબીઆઈ ફરિયાદ અને લુકઆઉટ નોટિસ પહેલા
૧ જાન્યુઆરીએ નીરવ મોદી દેશમાંથી ફરાર થયો હતો
પીએનબી મહાકૌભાંડનો આરોપી નીરવ મોદી જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં નીરવ મોદી પરિવાર સાથે વિદેશ ભાગ્યો હતો. સીબીઆઈ ફરિયાદ અને લુકઆઉટ નોટીસ પહેલા નીરવ મોદી દેશમાંથી ફરાર થયો હતો. પીએનબીએ ૨૯ જાન્યુઆરીના રોજ તેની સામે ૨૮૦ કરોડની છેતરપિંડીના આરોપસર કેસ દાખલ કરાવ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, નીરવનો ભાઈ નિશાલ, જે બેલ્જિયમનો નાગરિક છે ૧ જાન્યુઆરના રોજ દેશ છોડી દીધો હતો. જ્યારે તેની પત્ની એમી, જે અમેરિકન નાગરિક છે અને તેના બિઝનેશ ભાગીદાર મેહુલ ચોકસીએ ૬ જાન્યુઆરીના રોજ દેશ છોડી દીધો હતો. બેન્ક અધિકારીઓએ કહ્યું કે આ કેસમાં ચારની સામે એફઆઈઆર નોંધાવ્યાં બાદ લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી. નીરવની સામે દાખલ થયેલી એફઆઈઆરના ફક્ત છ દિવસ પહેલા તે પીએમ મોદીની સાથે દાવોસના ગ્રુપ ફોટોમાં નજરે ચડતો હતો. ગુરુવારે બેન્ક દ્વારા બે કેસોની ફરિયાદ કરવામાં આવી જેમાં સીબીઆઈએ કહેવામાં આવ્યું કે આ કૌભાંડ જણાવવવામાં આવેલી રકમ કરતાં ઘણી વધારે ૧૧,૩૦૦ કરોડ રૂપિયાની છે. નીરવ મોદી હાલમાં સ્વીઝરલેન્ડમાં હોવાનું મનાઈ રહ્યું છે.નીરવ મોદીની હિલચાલ વિશે તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર એજન્સીઓ દ્વારા લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી. ડાયમંડ કિંગ તરીકે જાણીતો નીરવ મોદી ભારતીય નાગરિક છે પરંતુ તેનો ભાઈ નિશાલ અને પત્ની અમી વિદેશી નાગરિક છે તેવું અધિકારીઓએ કહ્યું.

PNB કૌભાંડ અંગે બેેન્કની સ્પષ્ટતા : કોઈ પણ ભોગે પૈસા વસૂલાશે, નીરવે પૈસા પાછા આપવાની ઓફર કરી હતી
પંજાબ નેશનલ બેન્કમાં ૧૧૫૦૦ કરોડનું મહાકૌભાંડ બાદ બેન્કના એમડી સુનિલ મહેતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે કૌભાંડની રકમ વસૂલવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું આરોપીની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કહ્યું કે આ કેસ ૨૦૧૧ થી ચાલી રહ્યો હતો જે ગત મહિને બહાર આવ્યું હતું. મહેતાએ કહ્યું કે દોષીને ભારત લાવવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે. નીરવ બેન્કના પૈસા પરત કરવા માટે એક એવી યોજના સાથે આવ્યો હતો હાલમાં તેની પર વિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીએનબી આ કેસની સાથે કામ પાર પાડવા સક્ષમ છે. બેન્ક કૌભાંડના આરોપીઓને પકડવા અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે તેની પૂરી તાકાત લગાવી રહી છે.પીએનબીએ એમડીએ કહ્યું કે આ કેસમાં બેન્કના સ્ટાફ મિસ્ટર શેટ્ટી અને બીજા એકને આરોપી બનાવવામાં આવ્યાં છે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં અમને આ કૌભાંડની જાણ થઈ તો અમે ૨૯ જાન્યુઆરીના રોજ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી અને ૩૦ જાન્યુઆરીના રોજ એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પીએનબીની ફરિયાદ આધારે આજે એટલે કે ગુરુવારે આરોપીઓના જુદા જુદા ઠેકાણે ઈડીના દરોડા પડ્યાં છે આ રીતે લોન વસૂલીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બેન્ક તમામ કૌભાંડની જાણકારી સેબીને આપી છે. મહેતાએ કહ્યું કે અમે ચોખ્ખી અને જવાબદાર બેન્ક છીએ. જ્યારે પણ કોઈ ગરબડ સામે આવે છે ત્યારે અમે તેનો મજબૂતીથી સામનો કરીએ છીએ જે કેન્સર છે તેની સર્જરી કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી નીરવ મોદી પૈસા પરત કરવા માંગતો હતો પરંતુ પ્લાન પર્યાપ્ત નહોતો. તેમણે કહ્યું કે અમે ૧૨૩ વર્ષ જુની સંસ્થા છે. તેની સ્થાપના સ્વદેશ આંદોલન દરમિયાન લાલા લજપત રાય દ્વારા કરવામાં આવી હતી. બેન્ક ખોટું કરનારની સામે કાર્યવાહી કરવા માટે પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે.
મહાકૌભાંડથી ખળભળી ઉઠેલી પીએનબીએ બીજી બેન્કોને કૌભાંડ કેવી રીતે થયું તેની ચેતવણી આપી
મહાકૌભાંડથી ખળભળી ઉઠેલી પીએનબીએ બીજી બેન્કોને કૌભાંડ કેવી રીતે થયું તેની ચેતવણી આપી છે. મહાકૌભાંડમાં ૧૦ કર્મચારીઓને બરખાસ્ત કરતાં પહેલા પંજાબ નેશનલ બેન્કે સંખ્યાબંધ બેન્કોને ચેતવણી નોટીસ મોકલીને પોતાના જ અધિકારીઓ દ્વારા કેવી રીતે ૧૧,૦૦૦ કરોડની ઉચાપત કરવામાં આવી તે વિશે માહિતી આપી. બેન્કના એમડી સુનિલ મહેતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે ચોખ્ખી અને જવાબદાર બેન્ક છીએ. જ્યારે પણ કોઈ ગરબડ સામે આવે છે ત્યારે અમે તેનો મજબૂતીથી સામનો કરીએ છીએ જે કેન્સર છે તેની સર્જરી કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી નીરવ મોદી પૈસા પરત કરવા માંગતો હતો પરંતુ પ્લાન પર્યાપ્ત નહોતો. તેમણે કહ્યું કે અમે ૧૨૩ વર્ષ જુની સંસ્થા છે.સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ, અલ્હાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, સિન્ડીકેટ બેન્ક, યુકો બેન્ક અને કેનરા બેન્કને ચેતવણી આપવામાં આવી છે.