(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પીએનબી કૌભાંડ પર બોલતાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે બેન્ક કૌભાંડના કિસ્સામાં હમેંશા નેતાઓનો વાંક જોવાય છે, નિયમનકારોનો નહીં. જેટલીએ પીએનબી કૌભાંડની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે ફરી એક વાર ઓડિટર અને રેગ્યુલેટરનો જવાબદાર ઠેરવ્યાં. નિયમકારોએ એક ખાસ કામ કરવાનું હોય છે. છેવટનો નિર્ણય તેઓ કરતાં હોય છે અને તેમણે ત્રીજા આંખ રાખવી પડતી હોય છે. પરંતુ દુર્ભાગ્યે ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં નિયમનકારોને નહીં પરંતુ રાજકીય નેતાઓને જવાબદાર ઠેરવવાતા હોય છે. બેન્ક કૌભાંડ બાદ નિયમો આકરા કરવાની જરૂર છે હાલમાં તેનો અભાવ પ્રવર્તી રહ્યો છે. કૌભાંડીયાને શોધી કાઢવા માટે જરૂર પડે તો કાયદાને વધારે મજબૂત બનાવવામાં આવશે. જેટલીએ કહ્યું કે ભારતીય ઉદ્યોગપતિઓએ ભાન પડવું જોઈએ કે નૈતિક કારોબાર કરવાની આદત વિકસીત કરવી પડશે. જેઓ આ માર્ગેથી ચળી જાય છે તેમને યાદ રાખવું જોઈએ કે પરિણામ આનાથી કર્મશિયલ અને સિવિલ ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે દેવાદાર-લેણદાર વચ્ચેના સંબંધોમાં પ્રવર્તી રહેલી અનૈતિક પ્રણાલીઓ બંધ થવી જોઈએ. જેટલીએ કહ્યું કે મને લાગે છે કે હું જ્યારે નૈતિક પ્રણાલીઓની ભાષામાં વાત કરૂ છું ત્યારે મને ભારતમાં આ સમસ્યા બહુ મોટી હોવાનું લાગે છે. ભારતીય કારોબારીઓએ સરકાર શું કરી રહી છે તેનું પૂછવાને બદલે આત્મમનન કરવુ જોઈએ. જેટલીએ ઉમેર્યું કે અવારનવાર બહાર આવતાં બેન્ક કૌભાંડોને કારણે ભારતમાં કારોબાર કરવાના સમગ્ર પ્રયાસો અને સુધારાઓ પાછળ ધકેલાઈ જાય છે અને અર્થતંત્ર પર કલંકો આગળની હરોળમાં આવી જાય છે. ચોથા ગ્લોબલ સમિટમાં બોલતાં જેટલીએ કહ્યું કે નિયમકારોએ મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે તેમણે ત્રીજી આંખ ખોલી રાખવી પડતી હોય છે. જ્યારે કોઈ બેન્કમાં કૌભાંડ થાય છે ત્યારે બેન્ક તેને છૂપાવી રાખતી હોય છે શુ આ વાત ચિંતાજનક નથી.