(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
૧૩,૭૦૦ કરોડ રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડમાં ઈડ્ઢએ નીરવ મોદી વિરૂદ્ધ નવી ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ સ્થિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ થઈ છે. ED કૌભાંડમાં ઈડ્ઢ મની લોન્ડ્રિંગની તપાસ કરે છે. ઈડ્ઢના અધિકારીઓનું કહેવું છે કે નીરવ અને કેટલાંક અન્ય આરોપીઓ વિરૂદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં વધારાના પુરાવા મેળવવામાં આવ્યાં છે. અને સંપત્તિ અટેચની કાર્યવાહી કરવામાં આવી છે. ઁદ્ગમ્ કૌભાંડમાં ઈડ્ઢએ પહેલી ચાર્જશીટ મે, ૨૦૧૮માં દાખલ કરી હતી. બે દિવસ પહેલાં જ અંગ્રેજી અખબાર ટેલીગ્રાફે નીરવ મોદીનો વીડિયો જાહેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તે લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં ૭૨ કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટમાં રહે છે. તેના માટે તે દર મહિને ૧૫.૫ લાખ રૂપિયા ભાડું ચુકવે છે. તે હીરાનો બિઝનેસ પણ કરે છે.
આ સમાચાર પછી ઈડ્ઢએ ૯ માર્ચે કહ્યું હતું કે નીરવના પ્રત્યાર્પણની અપીલ પર યુકેના ગૃહ સચિવે ત્યાંની કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.