(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.ર
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી માટે હાહાકાર સર્જાવા પામ્યો છે. માલધારીઓ એમના મહામુલા પશુધન લઈને આમતેમ પાણી ચારા માટે ભટકી રહ્યા છે. જ્યારે ગુજરાત સરકાર નર્મદાની વાતો કરી પ્રજાને પાણી પુરા પાડવામાં નાકામ્યાબ સાબિત થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના પાસે નર્મદાની મુખ્ય પાઈપ લાઈન પસાર થઈ રહી છે. જે થાનગઢ તાલુકાના છેવાડાના ગામો સુધી પીવા માટેનું પાણી પહોંચાડે છે. આ પાઈપ લાઈનમાં અચાનક વાલ્વ તૂટતા મોટા ફુવારા ઉડે છે.
આ વાલ્વ તૂટવાના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયેલ છે. તંત્રની બેદરકારી દર્શાવતી આ ઘટનાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વાલ્મ તૂટવાના કારણે અસંખ્ય ગામોમાં પીવાના પાણી માટે ભારે દેકારો બોલવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. ત્યારે સતવરે તંત્ર જાગશે ?