(એજન્સી) નવી દિલ્હી, તા.૧
રિઝર્વ બેંકે બુધવારે વ્યાજદરોમાં સતત બીજી વખત વધારાની જાહેરાત કરી છે. એમણે વ્યાજદરોના બેઝિક દરોમાં રપ પોઈન્ટનો વધારો કર્યો છે. એમણે રેપોરેટ ૬.રપ ટકાથી વધારે ૬.પ૦ ટકા કર્યો છે. ર૦૧૩ના ઓક્ટોબર પછી સતત બીજી વખત રિઝર્વ બેંકે લોનો મોંઘી કરી છે. પેનલના ૬માંથી પ સભ્યોએ વ્યાજ વધારાની તરફેણ કરી હતી. રિઝર્વ બેંકે જણાવ્યું કે, ક્રૂડના વધેલ ભાવો, આંતરરાષ્ટ્રીય નાણા બજારમાં અનિશ્ચિત પરિસ્થિતિ અને ટેકાના ભાવો પણ અસ્પષ્ટતાના લીધે એની ફુગાવા ઉપર શું અસર થાય છે એ કહેવું મુશ્કેલ છે. જો કે નાણાંકીય નીતિ કમિટીએ પોતાનું વલણ તટસ્થ જણાવ્યું હતું. રિઝર્વ બેંકે સ્વિસ રેપોરેટ જેમાં રિઝર્વ બેંક બેંકોને વ્યાજ ચૂકવે છે એ ૬.રપ ટકા કર્યું છે. જૂન મહિનામાં રિઝર્વ બેંકે બેંચ માર્ક લેન્ડિંગ રેટ રપ પોઈન્ટ વધારી ૬.રપ ટકા કર્યું હતું. રિઝર્વ બેંકે ચાલુ વર્ષે ફુગાવાનો અંદાજ ૪.૬ ટકા મૂકયો છે અને આગામી વર્ષ માટે પ ટકાનું અનુમાન મૂકયું છે. રિઝર્વ બેંકની પેનલે જીડીપીની ધારણા ર૦૧૮-૧૯ના વર્ષ માટે ૭.૪ ટકા જ રાખી છે.