(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૬
સુરત શહેરના નાનપુરા જમરૂખગલી ખાતે રહેતો અને બે મહિના પહેલા જ કેન્સરની બિમારીના કારણે મૃત્યુ પામેલા રફીક શાહની અને પિતા વગરની દિકરીના મંડાયેલ લગ્નની આગલી રાત્રે ખુશીના માહોલમાં રાખવામાં આવેલ ડી.જે.સમયસર બંધ ના કરવામાં આવતા જેથી બંધ કરવા આવેલ અઠવા પોલીસના છાકડા બનેલા ત્રણ થી ચાર જેટલા પોલીસ કર્મીઓએ અપશબ્દો બોલી ડી.જે.માં રહેલા મહોલ્લાવાસીઓ ઉપર ડંડાવાલી કરી મુકતા જેમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાનો સમય આવ્યો હતો. તેમ છતાંએ પોલીસે દબંદગિરી બતાવી પોલીસના કામમાં રૂકાવટ અને રાયોટીંગ જેવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધી હતી. જ્યારે જમરૂખગલીના લોકો ફરિયાદ કરવા જતા તેમને તગેડી મુકવામાં આવ્યો હોવાથી તેઓ આજે સાંજ સુધી કોર્ટ ફરિયાદ કરનાર હોવાનું જાણવા મળે છે.
અઠવાના પો.સ.ઇ. રાઠોડ અને પો.કો.બંદુકવાલાને સુરાત ચડાતા તેઓ જાણે સવાયા પી.આઇ. હોય તેમ જમરૂખગલી ખાતેના લગ્ન મંડપમાં ડંડાવાળીથી અકળાયેલા કેટલાક લોકાએ પોલીસને ધક્કે ચડાવ્યા હતા, જેથી પોલીસે સમગ્ર મહોલ્લાને ઘેરો ઘાલી દેતા લગ્નમાં મહારાષ્ટ્રથી આવેલા મહેમાનમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને બીજા દિવસના જમણવારના પોલીસના ભયના કારણે મહેમાનો ઓછા આવતા સમગ્ર જમણવાર વેડફાઇ ગયો હતો.
આ અંગે ઘટના સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અતિ સંવેદનશીલ તરીકે પંકાયેલા અઠવાલાઇન્સ પોલીસ મથકમાં આવેલ નાનપુરા જમરૂખગલીમાં રહેતા રફીક શાહ નામના વ્યક્તિના પુત્રીના લગ્ન લેવાયા હતા. લગ્નની તારીખ છ મહિના પહેલા લેવામાં આવી હતી. ત્યારે પુત્રીના પિતા હયાત હતા પરંતુ અચાનક કેન્સર જેવી બિમારી રફીક શાહને ધરી વળતાં તેઓ માત્ર ચારથી છ મહિનાના ટૂંકાગાળામાં જ ટૂંકી સારવાર દરમિયાન બે મહિના પહેલા જ મૃત્યુ પામતા બધી જવાબદારી મોટા પુત્ર અકરમ શાહ ઉપર આવી ગઇ હતી અને પિતાના બિમારીના સમય પુત્ર અકરમએ પિતાએ આપેલ વચનનું પાલન કરી તેમની બહેનના લગ્ન ધામધુમથી કરવામાં નક્કી કર્યું હતું.
દરમ્યાન લગ્નના બે દિવસ પહેલાં ડી.જે.જો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ડી.જે. સમયસર બંધ કરવામાં ના આવતા અઠવા પોલીસની વાન જીપમાં રહેલા પો.કો.બંદુકવાલા જીપમાંથી ઉતરતાની સાથે અપશબ્દો બોલવા લાગ્યા અને અહિ લખાય નહીં તેટલી હદે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા રીતસર લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું હોવાથી લોકોએ પો.કો.બંદુકવાલાનો હરિયો બોલાવ્યો હતો. પરંતુ પો.કો.બંદુકવાલાએ અન્ય પોલીસ કર્મીઓને બોલાવી જાણેર લગ્નમાં આવેલ લોકો ઉપર લાઠીઓ ઝીકવા માંડ્યા હતા, જેથી હેબતાઇ ગયેલ લોકોએ પોલીસની મારથી બચવા દોડ મૂકી હતી તો કેટલાક લોકોએ દબંગગીરી કરતા પોલીસ કર્મીનો સામનો કરી પોલીસને આ અન્યાય ના કરવા જણાવ્યા હોવા છતાં આ પોલીસ કર્મીઓ માન્યા ન હતા, છેવટે વધારે પોલીસ કર્મી આવી જતા લગ્ન મંડપમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે લગ્નમાંથી ડી.જે.સહિત તમામ સામાન સામગ્રી કબ્જે લઇ જેના ત્યાં લગ્ન થઇ રહ્યા હતા, તેવા અકરમ શાહ અને જમરૂખગલીમાં રહેતા અને જેના ત્યાં લગ્ન પ્રસંગ હતું એવા પિતા વગરના અકરમ શાહને આર્થિક રીતે મદદરૂપ થયેલ સાજુ કોઠારી સહિત ટોળા વિરૂદ્ધ પોલીસની કામગીરીમાં રૂકાવટ અને રાયોટીંગ જેવી કલમ ઉમેરી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જ્યારે પોલીસના મારનો ભોગ બનેલ ચારથી પાંચ જણાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ આ બનાવમાં સંડોવાયેલા અને ઉશ્કેરણી કરનાર પો.કો.બંદુકવાલા અને પો.સ.ઇ. રાઠોડ વિરૂદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ કરવા જતા જ્યાં પોલીસ મથકના ઇ.અ. પો.ઇ. પઠાણએ ફરિયાદ લેવાનો નન્નો ભળી આ ઇજાગ્રસ્તોને પોલીસ મથકેથી રિતસરના તગેડી મૂક્યા હતા. બીજી તરફ ખુબ જ મોટું રમખાણ થયું હોય તેમ નિકાહના દિવસે જ વિપુલ પ્રમાણમાં જમરૂખગલીમાં પોલીસ ખટકાઇ જતા નિકાહમાં ઓછા લોકો અને પોલીસની હાજરી વિશેષ સ્પષ્ટ રીતે દેખાઇ હતી અને સાંજે (અસર) સાડા પાંચ વાગ્યે સંપન્ન થયેલા નિકાહ પછી રાત્રે રાખવામાં આવેલ જમણવારમાં મહેમાનો જમરૂખગલીમાં રહેલ પોલીસની હાજરીથી ભયભીત થયેલ યજમાનો ના આવતા ગરીબ નિરાધાર અને કેન્સર જેવી બિમારીમાં મૃત્યુ પામનાર પિતાથી અનાથ થયેલ બાળકીના લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હોવાનો બનાવ બનવા પામ્યો હતો.