જૂનાગઢ, તા. ૮
વિસાવદર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.કે.પરમાર અને સ્ટાફે બાતમીના આધારે વિસાવદર તાલુકાના કાલસારી ગામે જુગાર અંગે દરોડો પાડતાં જમનાબેન કનુભાઈ, સુમિતાબેન નરેશભાઈ, ગીતાબેન મહેશભાઈ, મીનાબેન હરેશભાઈ, રેખાબેન મધુભાઈ, શારદાબેન મનસુખભાઈ, ઉર્મિલાબેન હરેશભાઈ, રાજેશભાઈ નરસિંહભાઈ, પંકજભાઈ જેન્તીભાઈ ગોવિંદભાઈ કનુભાઈ વગેરેને રોન-પોલીસનો જુગાર રમતાં રૂા. ૯,૪પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.