Gujarat

કોડીનારમાં આંગણવાડી વર્કરને માર મારી લૂંટી લીધાની પોલીસ ફરિયાદ

કોડીનાર, તા.ર૯
કોડીનાર શહેરના વિરાટનગર વિસ્તારમાં આંગણવાડી વર્કરને તેના ૪ કુટુંબીજનોએ જૂની અદાવતમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી લૂંટ ચલાવ્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગે આંગણવાડી વર્કર ડાયબેન તેજાભાઈ ગઢેળે નોંધાવેલી ફરિયાદ મુજબ ડાયબેનને તેના કુટુંબીજનો ભરત ધીરૂ સોલંકી અને તેના ઘરના સભ્યો ડાયબેનને તેમના મકાનમાં રહેવા દેતા ન હોય અને આ લોકો ડાયબેનનું મકાન પડાવી લેવા માંગતા હોય અગાઉ પણ ભરત ધીર બે વખત માર મારતા તેની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હોય તેનું મનદુઃખ રાખી ભરત ધીરૂ સોલંકી અને તેના ભાઈ ભાવેશ પાઈપ વડે ડાયબેન ઉપર હુમલો કરી ઝપાઝપી દરમિયાન ભરતે ડાયબેનના દોઢ તોલાના સોનાના ચેઈન કિં.રૂા.૪૦૦૦૦/- અને મોબાઈલ કિં.રૂા.૧૦પ૦૦/-ની લૂંટ કરી લઈ ગયાની અને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ભરત ધીરૂ સોલંકી, ભાવેશ ધીરૂ સોલંકી, ભાવના ધીરૂ સોલંકી અને ભરતની પત્ની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.