(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૩૧
વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ ગામના દલસુખભાઈ મનજીભાઈ બુહા (ઉ.વ.૪ર)એ સુરત ખાતે યોગી ચોક માનસરોવર સોસાયટી ખાતે રહેતા (૧) અશોકભાઈ ગોટી, (ર) ધર્મેશભાઈ ગોટી, (૩) સાવર ગોટી, બ્રિજેશ મોણપરિયા, (૪) ઋત્વિક ધામેલિયા (પ) રજની ગજેરા (પ) લાલાભાઈ (૬) વિપુલભાઈ તથા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવેલ છે કે, આ બનાવમાં મૃત્યુ પામેલ ફરિયાદના પુત્ર અજયને આરોપી દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ છોકરીના પરિવારના આરોપી નં.રથી ૮નાઓને થઈ જતાં આ કામના આરોપીઓએ મરણ જનારને એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી, પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પોતાની કારમાં બળજબરીથી બેસાડી લઈ જઈ ઢીકાપાટુના મૂઢ માર મારી મોબાઈલ ફોન કિં.રૂા.પ,૦૦૦ ઝૂંટવી લઈ, સુરતથી જતા રહેવાનું કહી, મારી નાંખવાની ધમકી આપેલ હોય જે માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદીના દીકરાને આપઘાત કરવા મજબૂર કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવ તા.રપ-૦૯-ર૦૧૮નો બનયો હોવાનું ફરિયાદમાં દર્શાવેલ છે. આ બનાવ અંગે વિસાવદર ઈન્ચાર્જ પી.એસ.આઈ. આર.બી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.