(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૧૧
જૂનાગઢ તાલુકાના સગરવાડા ગામે અગાઉના મનદુઃખે હુમલાનો બનાવ બનેલ છે. જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાવેશભાઈ રવજીભાઈ બગડા (ઉ.વ.રપ, રહે. જૂનાગઢ દોલતપરા, જય પાર્ક સોસાયટીવાળા)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તા. ૯-પ-ર૦૧૮ના કલાક ૧૯.૩૦ના અરસામાં સરગવાડા પાટિયા પાસે આ કામના ફરિયાદીના નાનાભાઈ અજયએ અરવિંદભાઈ ચાવડાની દીકરી સાથે કોર્ટ લગ્ન કરેલ હોય જેનું મનદુઃખ રાખી અરવિંદભાઈ, અરવિંદભાઈનો સાળો મનોજભાઈ, ઈમરાન, અરવિંદભાઈનો ભાઈ મહેશભાઈ, નિલેશભાઈ દાફડા તથા બીજા અજાણ્યા ત્રણ માણસોએ ગરેકાયદેસર મંડળી રચી ફરિયાદીને ધોકા વડે મારી એક સ્વિફ્ટ કાર તથા ઈકો કારમાં ફરિયાદીનું અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩૬૫, ૩૪૧,૩ર૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૧૪, ૫૦૬(ર), જીપી એક્ટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.જે.વાળા ચલાવી રહ્યા છે.
કોર્ટમાં લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યાની પોલીસ ફરિયાદ

Recent Comments