(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી.વી.ભોલા અને તેની ટીમે નવસારી રૂરલ પોલીસ સંયુકત ઓપરેશન હાથ ધરીને આર્મ્સ એકટના ગુનામાં નાસતો ફરતો અલ્તાફ પટેલ નવસારીથી સુરત તરફ એક લકઝરીયસ ગાડીમાં બેસીને આવી રહ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલ્તાફ પટેલને શહેર બહાર ઝડપી પાડવા માટે નવસારી રૂરલ પોલીસની મદદ લઈ નવસારીના બોરીચાચ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. મળેલી બાતમીના આધારે અલ્તાફ પટેલ લકઝરીયલ ગાડીમાં બેસીને ટોલનાકા પાસે આવતા પીએસઆઈ વી.વી.ભોલા તથા તેની ટીમ અલ્તાફને પકડા જતા પોલીસને જોતા અલ્તાફ પટેલ પી.એસ.આઈ વી.વી.ભોલા ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરીને નાસી છૂટવાની કોશિષ કરી હતી. પરંતુ પીએસઆઈ વી.વી.ભોલા સમય સૂચકતા વાપરીને તેની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરીંગ અલ્તાફની ગાડીના ટાયર પર કરતા ટાયર પંચર પડતા અલ્તાફ પટેલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ અલ્તાફ પટેલ નવસારી રૂરલ પોલીસના કબજામાં હોવાનું તેના વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.