મોડાસા, તા.ર૩
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં : ૮ પર વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. શામળાજી પોલીસ સ્ટેશનના અને રતનપુર ચોકી પર ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશ કાંતિ બારોટને પીક અપ ડાલાના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી. શામળાજી પીએસઆઈ સંજય શર્મા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ભારે હૈયે પોતાના કર્મચારીના મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ બારોટનું ફરજ દરમિયાન મોત નિપજતા તેમના માદરે વતન ઈટાડી ખાતે જીલ્લા પોલીસવડા મયુર પાટીલ સહીત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઆની ઉપસ્થિતિમાં મૃતક એ.એસ.આઈ.ને જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એ.એસ.આઈ. રતનપુર ચેકપોસ્ટ પર ઉભી કરાયેલી ચોકીમાં ફરજ બજાવતા હતા રાત્રીના સુમારે ચાલતા પસાર થઇ રહ્યા હતા શામળાજી થી ઉદેપુર તરફ જઈ રહેલ પીકઅપ ડાલા (ગાડી.નં-જીજે ૩૧ ૦૬૬૬ )ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સુરેશભાઈને ટક્કર મારતા પોલીસ કર્મીનેગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. શામળાજી પોલીસે રતાપુર પોલીસ પીક અપ ડાલુ મૂકી ફરાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.