(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાવસણ ગામના યુવકે પ્રેમીકાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તરછોડી દઇ, કોઈને પણ આ અંગે જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં અગાસવણ ગામે નિશાળ ફળિયામાં રહેતી એક યુવતીને આજથી છ મહિના અગાઉ સોનગઢ તાલુકાનાં આમલી ગામના ગામઠણ ફળિયામાં રહેતા વિજય સુરેશભાઇ ગામીતે લગ્નની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અને યુવતીની મરજી વિરુદ્ધ અગાસવણ ગામે નહેરની બાજુમાંથી પસાર થતાં કાચા રસ્તા પર લઈ જઇ અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરતાં યુવતી ગભર્વતી બની ગઈ હતી. આ અંગે યુવતીએ વિજયને જાણ કરતાં વિજયે યુવતીને જણાવ્યુ હતું કે તું કોઈને જાણ કરશે તો પોતે આત્મહત્યા કરી લેશે અથવા તો યુવતીની હત્યા કરી નાંખશે તેવી ધમકી આપતો હોય જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.