(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૧૩
ઉના શહેરમાં પોલીસ જ જાણે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી રહી હોય તેવા કિસ્સાઓ શહેરમાં બની રહ્યા છે. હાલમાં જ્યારે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે યુવાનો રવિવારે રાત્રીના સમયે ઉનાના કોર્ટ વિસ્તારમાં આવેલા ચોકમાં બેઠા હતા. તે સમયગાળામાં પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના પોલીસ કર્મીઓ આવી અને શકીબભાઇ હનિફભાઇ ચૌહાણને બળજબરી અને દાદાગીરીપૂર્વક ઉના પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં તેને ખોટા ગુનામાં ફીટ કરી દેવા માટે બેરહેમી પૂર્વક પટ્ટા વડે ઢોર માર મારેલ અને શોટ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવા છતા પોલીસ ફરિયાદ ન લેતા રિઝવાના શાહબુદીન દલ, કાનજીભાઇ સાખટ, ગુણવંતભાઇ તડાવીયા, યોગેશભાઇ બાંભણીયા સહિતના આગેવાનોએ પોલીસ તેરી તાનાશાહી નહી ચલેગી, પોલીસ તેરી દાદાગીરી નહી ચલેગીના સુત્રોચાર સાથે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ડીસ્ટાફ પોલીસના ધર્મેન્દ્ર ઉર્ફે ધમો, સરમણભાઇ, પઢીયા, હાદિક મોરી સહિતના નવ વ્યક્તિઓ થર્ડ ડિગ્રીનો પાવર વાપરી અને ઢોર મારમારી ઇલેકટ્રીક શોટ આપી ખોટા ગુનામાં ફીટ કરવા માટે માનસિક ત્રાસ આપેલ. તે સમયે શકીબભાઇના ભાઇ તથા તેમના પત્ની પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ ડીસ્ટાફને કીધેલ કે મારા પતિને વધુ મારશો તો હુ દવા પીઇ જઇશ. ત્યારે આ પોલીસે મારતા બંધ કર્યો હતો. તેમજ બિભત્સ શબ્દોમાં બોલી બહાર કાઢી મુકયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવા છતાં ફરિયાદ ન લેતા અને દાદાગીરી તેમજ ગેરવતુણક બાબતે નાયબ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવેલ છે.
ઉનામાં પોલીસે મુસ્લિમ યુવાનને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ ન લેતાં નાયબ સમાહર્તા સામે ધા

Recent Comments