જૂનાગઢ, તા.૩
જૂનાગઢમાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના મુજબ પો.ઈન્સ. જે.એમ. વાળા એસ.ઓ.જી. સ્ટાફ સાથે આગામી દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ તથા એસ.ઓ.જી. લગતા કામગીરી સબબ ચેકિંગ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન આઝાદ ચોક પટેલ મેડિકલ પાસે બે ઈસમો જાહેરમાં ફટાકડાનું વેચાણ કરતાં હોય જેને ચેક કરી તેની પાસે લાયસન્સ માંગતા નહીં હોવાનું જણાવેલ મજકુર ઈસમોના નામઠામ પૂછતાં ચેતન મોહનભાઈ નડિયાપરા રે. જૂનાગઢ ખામધ્રોળવાળો હોવાનું જણાવેલ અને તેના કબજામાંથી ગેરકાયદેસર અલગ અલગ આઈટમના ફટાકડા કુલ રૂા.૧પ,૩૦પના મળી આવેલ તથા મનીષભાઈ હરસુખભાઈ ગજેરા પટેલ રહે. માખીયાળા, તા.જિ. જૂનાગઢવાળો હોવાનું જણાવેલ અને તેના કબજામાંથી ગેરકાયદેસર અલગ અલગ આઈટમના ફટાકડા કુલ રૂા.૬,૯૧૦ના મળી આવેલ જેથી મજકુર બંને ઈસમો વિરૂદ્ધ ગુનો રજિસ્ટર કરાવેલ અને આગળની કાર્યવાહી માટે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.