(એજન્સી) તા.૧૦
ઉત્તરપ્રદેશની કાયદા વ્યવસ્થા અંગે રાજ્યની સરકાર ખૂબ જ ગંભીર થવાની વાત કરી રહી છે પરંતુ તેમ છતાં આ પ્રકારના મામલા સામે આવી જ જાય છે, જેનાથી રાજ્ય પોલીસને શરમ અનુભવી પડે છે. કંઈક આ જ પ્રકારની વાર્તા ભાજપ નેતાઓની છે જેમનું આચરણ પણ સતત બદનામીનું કારણ બની રહ્યું છે. વર્તમાન મામલો મુઝફ્ફરનગર જિલ્લાના પોલીસ સ્ટેશન મીરાપુરનો છે. અહીં ભાજપ નેતાઓએ પોતાની જ સરકારમાં એક પોલીસ અધિકારી પર ૬ મહિનામાં ૧ કરોડ રૂપિયા લાંચ તરીકે કમાવવાનો આરોપ લગાવી દીધો. સ્થાનિક સ્તરે ભાજપની એક બેઠકમાં જાહેરમાં આરોપ લગાવી દીધા. કાયદેસર તેનો વીડિયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને વાયરલ કરવામાં આવ્યો. મીરાપુરમાં જ આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં તમામ સ્થાનિક નેતા ભેગા થયા અને પોલીસ અધિકારી પર અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા. બેઠકમાં હાજર રહેલા જવાહરલાલ સુખીજાએ જણાવ્યું કે, પોલીસ નિરઅંકુશ થઈ ગઈ છે અને ખોટા કામ કરાવી પૈસા કમાઈ રહી છે. તેમણે દાવો કર્યો કે તેમને મળેલી ફરિયાદો મુજબ મીરાપુર પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પંકજ ત્યાગી અત્યાર સુધી એક કરોડથી વધુ ભેળવી ચૂકયા છે. ભાજપના બીજા નેતાઓએ પણ આ જ આરોપ લગાવ્યો. આ બેઠકનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ વિભાગ અને ભાજપ નેતાઓમાં હોબાળો થઈ ગયો. ત્યારબાદ સાંજ થવા સુધી આ બેઠકમાં સામેલ વધુ પડતાં ભાજપ નેતાઓની અપરાધીઓ સાથેની સાઠગાંઠનો વધુ એક વીડિયો વાયરલ થઈ ગયો. તેમાં ભાજપના ત્રણ નેતાઓ પર પોલીસે ગંભીર આરોપ લગાવ્યા. વીડિયોમાં પોલીસ એક સટ્ટેબાજી ટોળકીના પ્રમુખ સાથે પૂછપરછ કરી રહી છે જેમાં તે હિન્દુ યુવાવાહિનીના જિલ્લા મહામંત્રી, ભાજપના મંડળ અધ્યક્ષ અને મંડળ મહામંત્રી પર પૈસા લઈને સંરક્ષણ આપવાનો આરોપ લગાવી રહ્યો છે. મીરાપુરના પોલીસ સ્ટેશન અધ્યક્ષ પંકજ ત્યાગી મુજબ પાછલા દિવસો દરમિયાન તેમણે એક સટ્ટા કિંગમ શમસાદને પકડ્યો હતો, જેણે કેટલાક ભાજપ નેતાઓના સંરક્ષણમાં સટ્ટાનો ધંધો કરવાની વાત સ્વીકારી હતી. પોલીસ મુજબ આ ભાજપ નેતા સટ્ટો કરાવવા માટે સટ્ટા કિંગ પાસેથી માસિક પૈસા લેતા હતા. પંકજ ત્યાગી મુજબ મેં આ સટ્ટો બંધ કરાવી દીધો અને પોલીસનું નામ ખરાબ કરનારા આવા નેતાઓ પર પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો. માટે આ લોકો મારા પર ગુસ્સે હતા ત્યારબાદ તેમણે આ ષડયંત્ર કર્યું. જો કે, ભાજપ નેતાઓનું કહેવું છે કે, અધિકારી ભ્રષ્ટ છે. પહેલાંના પોલીસ સુપ્રિટેન્ડેન્ટે ફરિયાદો કરી હોવા છતાં તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં તેમજ ભાજપના જિલ્લા અધ્યક્ષ સુધીર સેનીએ પણ આ પ્રકરણમાં તપાસની વાત કહી રહી છે. આ સંપૂર્ણ મામલાના ઉજાગર થવા પર સપાના વિધાનસભા ક્ષેત્રના અધ્યક્ષ શાહિદ અહેમદ મુજબ ‘‘ભાજપાઈઓની આ જ અસલી ચાલ’’, ચરિત્ર અને ચહેરો છે. એક બાજુ તો તેઓ કાયદો-વ્યવસ્થા શ્રેષ્ઠ હોવાનો દાવો કરે છે અને બીજી તરફ પોતે સંરક્ષણ આપી અપરાધ કરાવી રહ્યા છે જ્યારે પોલીસ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરે છે તો પોલીસ પર ઉંધા-સીધા આરોપ લગાવી દે છે. આ મામલાના ચર્ચામાં આવવાથી સ્થાનિક સ્તરે રાજનૈતિક હોબાળો ઝડપી થઈ ગયો છે. યૂથ કોંગ્રેસના રાજ્ય કાર્યકારિણી રાજ્ય અબ્દુલ્લા આરિફ મુજબ ચિંતાજનક વાત તો એ છે કે, પોલીસ અધ્યક્ષ પર લગાવવામાં આવેલા આરોપ પણ ઓછા ગંભીર નથી.