(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૧૧
વઢવાણ બી-ડિવિઝન પોલીસ મથકેથી આ જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર આંબેડરકરનગરમાં બી-ડિવિઝન પોલીસ ચેકિંગ અર્થે ધસી ગયેલ હતી. આ દરમિયાનમાં દારૂના ધંધાર્થી અને તેના મળતિયાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એકસંપ કરી ભેગામળી અને તપાસમાં આવેલ પોલીસ ઉપર ઢીકાપાટુ અને તલવાર, ધોકા, ધારિયા વડે હુમલો કરવાની ઘટના બનવા પામેલ છે. મોબાઈલ રોકડ પણ લૂંટી લેવાઈ છે. જાનથી મારી નાખવાની ધાકધમકી પણ અપાઈ છે. વઢવાણ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સમરથસિંહ અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ લકુમ સહિતના પોલીસ કર્મીઓનો કાફલો સુરેન્દ્રનગરના આંબેડકરનગર રેલવે બ્રિજ પાસેના વિસ્તારમાં વેચાતા દારૂ અંગેની બાતમી મળતા રેડ કરવા માટે ગયા હતા. રેડ અને તપાસ કરે એ પહેલા જ હિતેષ ઉર્ફે બંટી દુલેરા, રવી કનુભાઈ દુલેરા, હિતેષના કાકા, લાલુ અને ગટુ તેમજ અજાણ્યા પાંચ શખ્સો, ત્રણ મહિલા અને ભેગા થયેલા ટોળાએ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઉપર હુમલો કરી મારમારી ઘાયલ કરેલ મોબાઈલ લૂંટી રકમ પર લૂંટી અને મારમારી મારી નાખવાની ધમકી આપતા સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજકોટ રેન્જ સુધી આ બનાવના ભારે પડઘા પડ્યા છે. હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે.