(સંવાદદાતા દ્વારા) ડીસા,તા.૧૦
લખાણી તાલુકાના શેરગઢ ગામે ભીલડી પોલીસે બાતમીના આધારે પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે રેડ કરી હતી. આ રેડ દરમિયાન વગર પાસ પરમિટનો વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોએ પોલીસકર્મી પર હથિયારી હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ લખાણી તાલુકાના શેરગઢ ગામે ભીલડી પોલીસ મથક કર્મીઓએ બાતમીના આધારે બુટલેગર અસમલજી કેશાજી ઠાકોર, વિક્રમજી સાવધાનજી ઠાકોર અને બાલાજી સાવધાનજીના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન ૩૮,૦૦૦/- હજારનો વિદેશી દારૂ મળી આવેલ. આ અંગે પોલીસ સ્ટાફની કાયદેસરની કાર્યવાહી દરમિયાન આ ત્રણેય ઈસમોએ ઘાતક હથિયારો વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મી. અરજણભાઈ માનસુગ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલો કરી આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આ બનાવ અંગે બનાસકાંઠા એસ.પી.એ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈ આરોપીને સત્વરે ધરપકડ કરવા સૂચના આપેલ છે.