ગોધરા,તા.ર
હાલોલ ખાતે પાવાગઢ રોડ ઉપર રમઝાનના પવિત્ર તહેવારમાં ગત રાત્રીએ એકત્ર દેખાતા સમુહમાં આપણા મૌલવીને બસસ્ટેન્ડ જાહેર રોડ ઉપર માર્યા છે અને હુમલાખોરો ગાડીઓ લઈને આવી રહ્યા હોવાના સંદેશા સાથે એકત્ર થયેલા લોકટોળાએ પાવાગઢ રોડ ઉપર ચક્કાજામ જેવા દૃશ્યો ઉભા કરીને હાથમાં હથિયારો-પથ્થરો સાથે લઈને ઉભા હતા. ગતરાત્રિના અંદાજે દશ કલાકના અરસપસર રોઝા પત્યા બાદ હાલોલ – પાવાગઢ રોડ ઉપર લઘુમતિ સમાજના રહિશોની ચહલ-પહલ વચ્ચે અંદાજે ર૦૦ જેટલા એકત્ર થયેલા ટોળાઓએ પોલીસ કાફલાના વાહનો અને કર્મચારીઓને નિશાન બનાવીને આક્રોશ સભર કરેલા પથ્થરમારા સાથેના જારદાર હુમલામાં ચાર જેટલા પોલીસ અધિકારીઓની ગાડીઓના કાચ તૂટ્યા હતા અને ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને ઈજાઓ થવા પામી હતી.
પરંતુ પોલીસ તંત્રએ રમઝાનના પવિત્ર દિવસોનો ખ્યાલ રાખીને પોલીસ તંત્ર ઉપર હુમલો કરવા આતુર બનેલા આ ટોળાને લાઠી ચાર્જ કરી વિખેરી નાંખી સ્થળ ઉપરથી જ આઠ જેટલા હુમલાખોરોની ધરપકડ કરી હતી.
હાલોલ સ્થિત પાવાગઢ રોડ ઉપર આવેલ મોઘાવાડાના જાહેર માર્ગ ઉપર ર૦૦ ઉપરાંત લઘુમતિ સમાજના હુમલાખોરો સામે હાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણસિંહ લચ્છેસિંહે હાલોલ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
અંદાજે રર ઉપરાંત ચહેરાઓ ઓળખાયા હોવાની નામજાગ ટોળા વિરૂદ્ધ કાયદેસર ગુનો દાખલ કર્યો છે.