પાલેજ, તા. ૭
ઉમરગામ પોલીસ મથકે હત્યાનાં નોંધાયેલાં ગુનામાં વલસાડ પોલીસે પાલેજ હાઇવે ચોકડી નજીક આવેલ હોટલ ઉપર ચા-નાસ્તો કરવાં રોકાણ કરેલી લક્ઝરીમાંથી ત્રણ શકમંદ વ્યક્તિને પૂછતાછ માટે વલસાડ લઈ ગયાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત સૂત્રોથી મળેલ માહિતી અનુસાર સોમવારે રાત્રે દસ વાગ્યાનાં અરસામાં વલસાડ પોલીસે બાતમીનાં આધારે એક લક્ઝરીનો પીછો કરી પાલેજની હાઇવે ઉપરની હોટલ ઉપર ચા-નાસ્તો કરવા રોકાણ કરેલી વલસાડથી ભાવનગર જતી લક્ઝરી બસ મુસાફરો સાથે ઘેરી સઘન પૂછપરછ આરંભી હતી , જેમ લક્ઝરી ચાલકની પૂછતાછ કરી અંદર બેઠેલા ચાલીસ થી વધુ પસેન્જર નાં ફોટા નામ સરનામાં વલસાડ પોલીસે મેળવ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે ત્રણ જેટલા શકમદ વ્યક્તિઓની અટકાયત કરી વલસાડ પોલીસ તપાસ અર્થે વલસાડ લઈ ગયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં રાત્રે પાલેજ હાઇવે ચોકડી ઉપર લોકોનાં ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.
જે લક્ઝરીની પોલીસે નંબરનાં આધારે તપાસ હાથ ધરી હતી. એમાં વલસાડથી દરિયાઈ માછીમારો તેના મુકરદમ સાથે ભાવનગર જઈ રહ્યાં હતા તેઓ પાસે ઓળખ કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા પણ હતા. મોડી રાત્રે પોલીસ શકમંદ લાગતી ત્રણ વ્યક્તિ અને બાતમીદારને લઈ વલસાડ જવા રવાના થઈ હતી.