અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરની પોલીસ પણ હવે આધુનિક વાહનો સાથે ફરજ બજાવશે. ગુનેગારોને પકડવા અને ટ્રાફિકના નિયમોને તોડનારાને પકડવા માટે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનો માટે પાંચ સ્પોટ્‌ર્સ બાઈક આપવામાં આવ્યા છે.
ગુનેગારોને પકડવા તેમજ ટ્રાફિક નિયમ તોડનારને કાબૂમાં રાખવા માટે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ૫ સ્પોર્ટ બાઈક આપવામાં આવ્યા છે. આજે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ લીલી ઝંડી આપી અને આ બાઈકની શરૂઆત કરાવી હતી. ૨૫૦ સીસીની આ બાઈકમાં એનાઉન્સમેન્ટ અને લાઈટ સહિતની સગવડ ઉપલબ્ધ છે. શહેરના બાપુનગર, વટવા, કૃષ્ણનગર અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનને આ સ્પોર્ટ બાઈક ફાળવવામાં આવી છે. પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત સમયે આ બાઈકની મહત્ત્વની ભૂમિકા જોવા મળશે. થોડા સમય પહેલા સુરત પોલીસને પણ આ પ્રકારની બાઈક આપવામાં આવી છે. બાઈક અનેક વિશેષતાથી સજ્જ છે. આ બાઈક ૧૦ કિમીની ઝડપ પ્રાપ્ત કરવા માત્ર ૯.૩૯ સેકેન્ડનો સમય લે છે.
બાઈકમાં ખાસ પ્રકારની એસેસરીઝમાં માઈક ટાવર, લાઈટ, સાઈરન વગેરેની સુવિધા આપવામાં આવી છે.