અમદાવાદ, તા.ર૩
પોલીસ કમિશનર, અમદાવાદ શહેર વિસ્તારમાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેયશને જણાવવા પોલીસ કમિશનર, અમદાવાદ શહેરે આદેશ કર્યો છે. મકાન/ઔદ્યોગિક એકમોના માલિકોએ મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને માહિતી પત્રકમાં અનુક્રમે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, ક્યા વિસ્તા,રમાં કેટલા ચો.મી. બાંધકામ મકાન, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ અને સરનામુ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલુ નક્કી કર્યું છે તે રકમ રૂપિયામાં, કઇ વ્યલક્તિઓને ભાડે આપેલ છે તેનો ફોટો, સહી સરનામા અને સંપર્ક સાથેની સંપૂર્ણ વિગતો, ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યલક્તિ, એજન્ટ-બ્રોકરની તમામ વિગતો જણાવવાની રહેર્શે તા. ૨૫-૧૦-૨૦૧૮થી તા. ૨૩-૧૨-૨૦૧૮ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાપત્ર ઠરશે એમ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયું છે.